ટ્રાવેલ ડેસ્કઃ દિલ્હી એક એવું શહેર છે જેણે મુઘલ શાસન દરમિયાન લોકપ્રિયતા મેળવી હતી. આજે તે ભારતની રાજધાની અને દેશનું ગૌરવ છે. અહીંની ઐતિહાસિક ઈમારતોથી માત્ર ભારત જ નહીં. પરંતુ દુનિયાભરના પ્રવાસીઓ આ સ્થળ તરફ એટલા આકર્ષાય છે કે, તેઓ વર્ષમાં એક કે બે વાર ચક્કર લગાવે છે. આવો અમે તમને દિલ્હીની 5 સૌથી જૂની ઐતિહાસિક ઈમારતો વિશે જણાવીએ જે તમે જોઈ જ હશે, પરંતુ તમને ખબર નહીં હોય કે આ સ્મારકો કેટલા જૂનાં છે.
હુમાયુનો મકબરો
હુમાયુને શ્રદ્ધાંજલિ આપવા માટે મુગલ સમ્રાટ હુમાયુની પ્રથમ પત્ની મહારાણી બેગા બેગમના આદેશ પર 1565માં હુમાયુની કબર બનાવવામાં આવી હતી. 1571માં પર્શિયન આર્કિટેક્ટ્સ દ્વારા પૂર્ણ કરાયેલી આ સમાધિ, દિલ્હીના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. આ કબરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે માન્યતા આપવામાં આવી છે.
તુગલકાબાદ કિલ્લો
તુઘલકાબાદ કિલ્લો 14મી સદીમાં ભારતના દિલ્હી સલ્તનતના તુઘલક વંશના સ્થાપક ગિયાસ-ઉદ-દિન તુઘલક દ્વારા બનાવવામાં આવ્યો હતો.
સફદરજંગની કબર
સફદરજંગનો મકબરો 1754માં નવાબ સફદરજંગની કબર તરીકે બનાવવામાં આવ્યો હતો, જેઓ દિલ્હીના સૌથી ધનિક અને સૌથી શક્તિશાળી શાસકોમાંના એક ગણાય છે. મરાઠાઓ સામેની લડાઈમાં તેમના મૃત્યુ પછી, તેમના શરીરને આ કબરમાં દફનાવવામાં આવ્યું હતું.
કુતુબ મિનાર
કુતુબ મિનાર, 73 મીટર ઊંચો સ્તંભ. કુતુબ-ઉદ-દિન ઐબક દ્વારા 1193માં દિલ્હીમાં તેમની સર્વોપરિતાની ઉજવણી કરવા માટે મિનાર (વિજય ટાવર) તરીકે બનાવવામાં આવ્યો હતો. આ અન્ય યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે વિશ્વના સૌથી ઊંચા ટાવર તરીકે ઓળખાય છે.
લાલ કિલ્લો
જ્યારે શાહજહાંએ રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડવાનું નક્કી કર્યું, ત્યારે લાલ કિલ્લો 1638માં મુઘલ સમ્રાટોના મુખ્ય નિવાસસ્થાન તરીકે બનાવવામાં આવ્યો હતો. તેને 2007માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરી હતી.