ટ્રેન્ડિંગમનોરંજન

‘…તો તો તમે રેપ અને મર્ડર સાથે પણ સહમત હશો’: CISF જવાનને સપોર્ટ કરનાર પર ભડકી કંગના

  • 6 જૂને ચંદીગઢ એરપોર્ટ પર કંગના રણૌત સાથે થયેલા થપ્પડકાંડ બાદ અનેક મોટી હસ્તીઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કોઈએ કંગનાનું સમર્થન કર્યું તો કોઈએ તેને થપ્પડ મારનાર આરોપી CISF મહિલા કોન્સ્ટેબલનું સમર્થન કર્યું

8 જૂન, નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રણૌત ફરી એક વાર હેડલાઈન્સમાં આવી છે. 6 જૂને ચંદીગઢ એરપોર્ટ પર કંગના રણૌત સાથે થયેલા થપ્પડકાંડ બાદ અનેક મોટી હસ્તીઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કોઈએ કંગનાનું સમર્થન કર્યું તો કોઈએ તેને થપ્પડ મારનાર આરોપી CISF મહિલા કોન્સ્ટેબલનું સમર્થન કર્યું.

આ કેસમાં CISF જવાનને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ દરમિયાન બોલિવૂડ સિંગર-મ્યુઝિશિયન વિશાલ દદલાનીએ પણ આરોપી મહિલા કોન્સ્ટેબલને નોકરીની ઓફર કરી હતી. અનેક લોકો આરોપીઓને સમર્થન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે કંગનાની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

કંગનાએ વ્યક્ત કર્યો ગુસ્સો

કંગનાએ લોકો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે, જેઓ તે મહિલા કોન્સ્ટેબલને સપોર્ટ કરી રહ્યા છે. કંગનાએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે તેની ટીકા કરનારાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

કંગનાએ લખ્યું છે કે, દરેક બળાત્કારી, હત્યારા કે ચોર પાસે હંમેશા ગુનો કરવા માટે મજબૂત ભાવનાત્મક, શારીરિક, મનોવૈજ્ઞાનિક અથવા નાણાકીય કારણ હોય છે. કોઈ પણ ગુનો ક્યારેય કોઈ કારણ વગર બનતો નથી, તો પણ તેમને દોષિત ઠેરવીને જેલની સજા સંભળાવાય છે. જો તમે ગુનેગારો સાથે સંકળાયેલા છો તો તમે દેશના તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરીને ગુનાઓને પ્રોત્સાહન આપી રહ્યા છો.

અભિનેત્રીએ આગળ લખ્યું કે, યાદ રાખો કે જો તમે કોઈની પર્સનલ સ્પેસમાં પ્રવેશવા, પરવાનગી વિના તેમના શરીરને સ્પર્શ કરવા અને તેમના પર હુમલો કરવા માટે સહમત છો તો તમે અંદરથી બળાત્કાર કે હત્યા જેવી વસ્તુઓ સાથે પણ સહમત છો. કેમકે તમારા માટે આ મોટી વાત નથી. તમારી મનોવૈજ્ઞાનિક અપરાધિક પ્રવૃત્તિઓ પર તમારે ધ્યાન આપવું જોઈએ. મારી સલાહ છે કે તમારે મહેરબાની કરીને યોગ અને ધ્યાનને અપનાવવું જોઈએ, નહીં તો જીવન એક કડવો અને બોજારૂપ અનુભવ બની જશે. આટલો બધો દ્વેષ, ઈર્ષ્યા અને નફરત ન ફેલાવો, કૃપા કરીને તમારી જાતને મુક્ત કરો.

આ પણ વાંચોઃમુનવ્વર ફારુકીએ મહઝબીન કોટવાલા સાથેના લગ્નને કન્ફર્મ કર્યા, પહેલી વાર સ્વીકાર્યું

Back to top button