ટ્રાવેલટ્રેન્ડિંગયુટિલીટી

તો પ્લેટફોર્મ પર ટીટી દોડીને આવશે તમારી પાસે, રાત્રે ટોર્ચ પણ બતાવશે, જાણો રેલવેનો નિયમ

  • જો ટ્રેન પ્લેટફોર્મની બહાર જઈને ઉભી રહે છે તો તમે ટીટીની લઈ શકો છો મદદ
  • મદદ માટે જો ટીટી ના પાડે છે તો તમે કરી શકો છો ટીટી સામે ફરિયાદ

HD ન્યૂઝ ડેસ્ક, 7 મે: ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘણી વખત મુસાફરો ગંતવ્ય સ્ટેશન પર ઉતરતા દરવાજા પર આવે છે, ત્યારે તેઓ જુએ છે કે ટ્રેન પ્લેટફોર્મની આગળ જઈને ઊભી રહી છે. આવી સ્થિતિમાં મુસાફરની સૌથી મોટી સમસ્યા નીચે ઉતરવાની બની જાય છે, કારણ કે પ્લેટફોર્મ ન હોવાને કારણે મુસાફરે લટકીને નીચે ઉતરવું પડે છે. આવી પરિસ્થિતિઓમાં હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. TT તમને ટ્રેનમાંથી સુરક્ષિત રીતે ઉતારશે. આ તેમની જવાબદારી છે. જાણો આ અંગે રેલવે મેન્યુઅલ શું કહે છે?

દેશમાં લગભગ 7000 પ્લેટફોર્મ છે. આમાંના કેટલાક પ્લેટફોર્મ નાના અને જૂના છે. અગાઉ આ પ્લેટફોર્મ નાની ટ્રેનો અનુસાર બનાવવામાં આવતા હતા. પરંતુ હવે સમયની સાથે ટ્રેનોને લાંબી કરી દેવામાં આવી છે અને દરેક જગ્યાએ હવે લાંબી ટ્રેનો જ ચાલે છે એટલે કે 20 થી 24 કોચની. જો કે, ભારતીય રેલવે મોટાભાગે આવા પ્લેટફોર્મનું સમારકામ કર્યું છે અને તેને લંબાવ્યું છે, પરંતુ હજી ઘણા પ્લેટફોર્મ બાકી છે તો ક્યાંક હજી કામ ચાલી રહ્યા છે. સ્ટેશનના અન્ય પ્લેટફોર્મ ભરેલા હોય તેવા સંજોગોમાં જ આ નાના પ્લેટફોર્મ પર ટ્રેનો ઊભી રહે છે. આવી સ્થિતિમાં મુસાફરોનું કહેવું છે કે ટ્રેન સ્ટેશનથી આગળ જઈને ઊભી રહે છે અથવા તો સ્ટેશનની પહેલા ઊભી રહે છે. પ્લેટફોર્મ નાનું હોવાને કારણે મુસાફરોને ઉતરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માટે ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે એક નિયમ બનાવ્યો છે. ચાલો જાણીએ.

નાના પ્લેટફોર્મ પર મુસાફરને ઉતરવામાં મદદ કરશે ટીટી

ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે રેલવે મેન્યુઅલમાં આને લગતો નિયમ બનાવ્યા છે. નિયમ મુજબ જો ટ્રેન એક નાના પ્લેટફોર્મ પર ઉભી રહે છે, જેમાં ટ્રેનનો કોચ પ્લેટફોર્મથી દૂર (આગળ) નીકળી જાય છે તો આવા સમયે પ્લેટફોર્મ પર ઉતરનાર મુસાફરની મદદ માટે ટીટી જવાબદાર છે. ટીટીએ તેમાંથી ઉતરતા મુસાફરોને મદદ કરવાની હોય છે. જેથી મુસાફર સુરક્ષિત ઉતરી શકે.

રાત્રીનો સમય હશે તો ટોર્ચ લઈને આવશે ટીટી

જો ટ્રેન રાત્રે આવા નાના સ્ટેશને પહોંચે છે તો ટીટીની જવાબદારી હોય છે કે તે મુસાફરોને ટોર્ચના અજવાળે સુરક્ષિત રીતે પ્લેટફોર્મ ઉપર ઉતારવા પડે છે. આગલી વખતે જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરો અને તમારી ટ્રેન આવા નાના પ્લેટફોર્મ પર ઉભી રહે અને તમારો કોચ પ્લેટફોર્મની બહાર હોય, તો તમે ટ્રેનની નીચે ઉતરવા માટે ટીટીની મદદ લઈ શકો છો. જો ટીટી તમને મદદ કરવાની ના પાડે છે તો તમે તરત જ 139 નંબર પર ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો: સમર વેકેશનમાં ગુજરાતની આ પાંચ જગ્યા પર ફરો, મજા થશે બમણી

Back to top button