…તો દિલ્હી સુધી આગ લાગશેઃ મમતા બેનરજીએ આપી ખુલ્લી ધમકી!
કોલકાતા, 28 ઓગસ્ટઃ ચારે બાજુથી ઘેરાઈ ગયેલાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી હવે ધાક-ધમકી ઉપર ઉતરી આવ્યાં હોય એવું લાગે છે. કોલકાતામાં એક ડોક્ટરની બળાત્કાર અને હત્યા બાદ પશ્ચિમ બંગાળ હાલમાં દેશના રાજકારણના કેન્દ્રમાં છે. રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે એટલું નહીં પરંતુ હવે ધમકીભર્યા સ્વરમાં વાત પણ કરી રહ્યા છે. ભાજપ દ્વારા આપવામાં આવેલા બંધના એલાન અને આક્ષેપોથી નારાજ CM મમતા બેનર્જીએ ધમકી આપી છે કે ‘યાદ રાખો, જો બંગાળ બળશે તો આસામ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી પણ બાકાત નહીં રહે.’
કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા મમતા બેનરજીએ કહ્યું કે, “બંગાળના ગરીબ લોકોને ઢાકી, ધમસા મડોલ, આદિવાસી નૃત્ય, લોક હસ્તકલા અને બાઉલ દ્વારા રોજગાર મળે છે. આનાથી તેમના પરિવારોને મદદ મળે છે. પરંતુ કેન્દ્ર સરકારે એ બંધ કરી દીધું છે. આ અમે છીએ. અમે કરીશું. આવું નહીં થવા દઈએ અમે પીએમની ખુરશી હલાવીશું. મમતાએ કહ્યું કે બંગાળ અને બાંગ્લાદેશની સંસ્કૃતિ એક છે. ઘણા લોકો બંગાળને બાંગ્લાદેશ માની રહ્યા છે. યાદ રાખો કે જો તમે બંગાળમાં આગ લગાવવાની કોશિશ કરશો તો આખો દેશ આગમાં સળગી જશે.
જૂઓ વીડિયો અહીં
Kolkata: CM Mamata Banerjee says, “Remember if Bengal is burned, then Assam, Bihar, Jharkhand, Odisha, and Delhi will also be burned” pic.twitter.com/zwg8ZOnR9p
— IANS (@ians_india) August 28, 2024
તેમણે રેલીમાં કહ્યું, “કેન્દ્રીય તપાસ બ્યુરોએ ડૉક્ટરના બળાત્કાર અને હત્યા કેસની તપાસ કોલકાતા પોલીસ પાસેથી હાથમાં લીધાને 16 દિવસ વીતી ગયા છે. આ ક્યાંનો ન્યાય છે?” મમતાએ કહ્યું કે હું વિરોધ કરી રહેલા જુનિયર ડોકટરોને હવે કામ પર પાછા ફરવા વિનંતી કરું છું, અમે તેમની સામે કોઈ કાર્યવાહી કરીશું નહીં. છેલ્લા 20 દિવસથી ડોક્ટરો હડતાળ પર છે. મમતાએ દાવો કર્યો કે “હું શરૂઆતથી જ ડોકટરોના આ મુદ્દા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી હતી કારણ કે તેઓ તેમના સાથીદાર માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. ઘટનાને આટલા દિવસો વીતી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જે જવાબદાર હતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ દર્દીઓ ચિંતિત હોવાથી કૃપા કરીને કામ પર પાછા ફરો.”
મમતા બેનર્જીની ચેતવણી પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક્સ પર વળતો પ્રહાર કર્યો છે. તેણે કહ્યું, “દીદી, આસામને ધમકાવવાની તમારી હિંમત કેવી રીતે થઈ? અમને લાલ આંખ ન બતાવો. તમારી નિષ્ફળતાની રાજનીતિથી ભારતને સળગાવવાની કોશિશ પણ ન કરો. તમને વિભાજનની ભાષા બોલવી શોભતી નથી.”
दीदी, आपकी हिम्मत कैसे हुई असम को धमकाने की? हमें लाल आंखें मत दिखाइए। आपकी असफलता की राजनीति से भारत को जलाने की कोशिश भी मत कीजिए। आपको विभाजनकारी भाषा बोलना शोभा नहीं देता।
দিদি, আপনার এতো সাহস কীভাবে হলো যে আপনি অসমকে ধমকি দিচ্ছেন? আমাদের রক্তচক্ষু দেখাবেন না। আপনার অসফলতার… pic.twitter.com/k194lajS8s
— Himanta Biswa Sarma (@himantabiswa) August 28, 2024
આ પણ વાંચોઃ પીએમ મોદીના ઘરને ઘેરાવ કરીશુંઃ કોંગ્રેસ ધારાસભ્યની ધમકી, જૂઓ વીડિયો