ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

રાજ્ય વિધાનસભા ચૂંટણીની આજે બપોરે 12 વાગ્યે થશે જાહેરાત

Text To Speech

રાજ્યમાં વિધાનસભાની ચૂટંણીના પડઘમ વાગી રહ્યા છે. હવે ગમે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે :છે ના તર્ક વિતર્કો ચાલી રહ્યા હતા. ત્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની વિવિધ તર્ક વિતર્કોનો આજે પૂર્ણ વિરામ લાગી જશે. આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.

આ તારીખે થઈ શકે છે વિધાનસભા ઈલેક્શન

અટકળો છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. જ્યાં 28/29 નવેમ્બરમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ શકે તો ડિસેમ્બરમાં 3/4 તારીખના બીજા તબક્કાનું મતદાન થઈ શકે છે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના હિમાચલ પ્રદેશ સાથે જ જાહેર થઈ શકે છે.

આચારસંહિતા લાગુ કરાશે

ચૂંટણી જાહેરાત બાદ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડશે જેના કારણે તમામ પ્રકારની રાજકીય જાહેરાત પણ ચૂંટણી પંચની દેખરેખ હેઠળ આવી જશે.

આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં જ્ઞાતિનું ગણિત, જાણો કયો સુમદાય બદલશે પરિણામો

Back to top button