ગુજરાતદક્ષિણ ગુજરાતસ્પોર્ટસ

સુરત : ટેબલ ટેનિસ સ્ટાર માનવની એક નાનકડા રૂમમાંથી શરૂ કરેલી સફર નેશનલ ગેમ્સ સુધી પહોંચી

Text To Speech

“હોય કદમ અસ્થિર જેના તેને રસ્તો કદી જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ કદી નડતો નથી.” આ કહાવતને ખરેખરમાં સાર્થક કરનાર ગુજરાતના સુરતનો દિકરો કે જેણે પોતાના પિતાના લક્ષ્ય કદમો પર નહીં પણ પોતાની અલગ રસ્તો બનાવીને તે તરફ આગળ વધવાનું નક્કી કર્યું. અને તેમાં સફળતા પણ મેળવી. ત્યારે આ સફળતા તેને આમ આસાનીથી નહોતી મળી. તેને તેના સપના માટે ઘર છોડવું પડ્યુ. પણ અંતે તેણે સફળતા પણ મેળવી અને પરીવારનો પ્રેમ પણ.

ત્યારે વાત કરીએ તો વર્ષ ૨૦૦૫માં સુરત ગામનો વતની માનવ ઠક્કરે પ્રથમ વખત હાથમાં ટેબલ ટેનિસનું રેકેટ પકડ્યું હતુ. ત્યારે તેની ઉંમર માંડ ૬ વર્ષની હતી. એ સમયે તે ટેબલ જેટલો પણ નહોતો. તેમ છતાં, તેણે સુરતની સુફૈઝ અકેડેમીમાં પ્રવેશ મેળવ્યો. આ સમયે આ અકેડેમી ભોંયતળિયે ૧૫x૩૦ ની રૂમમાં આ હતી. તે વખતે અભ્યાસ અને તેની સાથે ટેબલ ટેનિસની રમતમાં પણ તાલમેલ બેસાડી માનવે નિપુર્ણતા મેળવી લીધી.

SURAT
વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થનાર ગુજરાતનો એકમાત્ર પ્લેયર છે

આ તરફ માનવના પિતા ડો.વિકાસભાઈ ઠક્કર જે એક આઈ સ્પેશ્યાલિસ્ટ છે એટલે તે ઈચ્છા હતા કે તેમનો માનવ પણ મેડિકલ ફિલ્ડમાં આગળ વધે. પણ માનવને આ મંજૂર ન હતું. કેમકે માનવે પેહલાથી જ ટેબલ ટેનિસમાં નામના મેળવવાના સપના સેવી લીધા હતા. ત્ય઼ારે તે સ્વીકારે છે કે રમતગમતની કારકિર્દી પસંદ કરવી એ તેનો બોલ્ડ અને પરિવારને ચોંકાવનારો નિર્ણય હતો. પિતા રાજી ન હતા તેમ છત્તા પણ માનવ અળગ રહ્યો હતો. અને પોતાની અનેક ટુર્નામેન્ટ રમવાનું ચાલુ રાખ્યું.

જે બાદ અલગ અલગ જગ્યાએ રમવા જવાનું થતુ અને આથી માત્ર 11 વર્ષની ઉંમરે તેને પોતાનું ઘર છોડીને જવુ પડ્યુ જે અંગે માનવ કહે છે કે, “હું જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે હું ૧૧ વર્ષનો હતો ત્યારે હું મારા ઘર ને ખુબ જ યાદ કરતો હતો અને સાથે ઘરના ભોજનને પણ.” પણ આ વચ્ચે તેણે પોતે લિધેલા નિર્ણયને પણ સાબિત કરી બતાવવાનો બસ આ એક જ અવસર હતો જે બાદ માનવે પોતાની ગેમ પર ફોકસ રાખ્યુ અને બેસ્ટ પ્રદર્શન આપવાનું શરૂ કર્યું. જે બાદ વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ માટે માનવ ક્વોલિફાય થયો અને તે સમયે તેની ખુશીનો કોઈ જ પાર ન રહ્યો. તમને જણાવી દઈએ તો માનવ “વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ” માટે ક્વોલિફાય થનાર ગુજરાતનો એકમાત્ર પ્લેયર છે જેને ‘આલ્મા મેટર’ની ગમતી યાદો હ્રદયમાં અંકિત કરી રાખી છે, અને જે બાદ તેના પરીવારની માનસિકતા બદલાઈ અનો આજે, તેના પરિવારના તમામ સભ્યો ખુશ છે કે માનવએ તેના સપનાની કારકિર્દી પસંદ કરી.

કોચ વાહેદ સર સાથે

ત્યારે માનવ આજે પણ ઘરે હોય ત્યારે તે જ ૧૫x૩૦ ફૂટના બેઝમેન્ટ રૂમમાં તેના કોચ વાહેદ માલુભાઈવાલા સાથે તાલીમ લેવાનું શરૂ રાખે છે. નાનકડા રૂમમાં જ્યાં તે પ્રથમ વખત રમ્યો હતો તેની સાથે તેની ઘણી બધી લાગણી જોડાયેલી છે. તેના પ્રથમ કોચ વાહેદ સર સાથે તેનુ ખૂબ જ સારું બોન્ડિંગ છે તેમ પણ જણાવે છે અને તે તેમની સાથે જ વધારે પ્રેક્ટિસ કરવાનું પસંદ કરે છે.
માલુભાઈવાલા પણ તેમના વિદ્યાર્થીની પ્રગતિ જોઈને ખુશ છે અને જણાવે છે કે, “માનવની રમત જોઇને ઘણો આનંદ થાય છે. તે યોગ્ય તાલીમથી ખૂબ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. મને અને મારા પરિવારને એ માનવ પર ગર્વ છે કે માનવ અવારનવાર અમારી એકેડમીના સાંકડા રૂમમાં આવતો રહે છે, જ્યાં તેણે ટેબલ ટેનિસની શરૂઆત કરી હતી.
ત્યારે માનવ ૩૬મી નેશનલ ગેમ્સની તૈયારી કરી રહ્યો છે. ત્યારે તેનો પરિવાર અને તેના ગુરુ નેશનલ ગેમ્સમાં રમીને નવો કીર્તિમાન સ્થાપિત કરશેની આશા સેવી છે.

Back to top button