ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં શાકભાજીના ભાવ વધતા શાકમાર્કેટમાંથી ચોરીઓ શરૂ

  • શાકમાર્કેટમાંથી મધરાત્રે કોઈ ટામેટાની બે પેટી ચોરી ગયું
  • સીસીટીવી ફૂટેજમાં શાકભાજીની ચોરી કરતો એક યુવક કેદ થયો
  • બટાકાના 17 કટ્ટા ચોરાઇ જતા ભારે ચર્ચાનો વિષય બન્યો

ગુજરાતમાં શાકભાજીના ભાવ વધતા શાકમાર્કેટમાંથી ચોરીઓ શરૂ થઇ છે. જેમાં વિવિધ શહેરોમાં હવે રોજ ચોરીના બનાવો સામે આવ્યા છે. તેમાં સુરતના વરાછાના શાકમાર્કેટમાંથી મધરાત્રે કોઈ ટામેટાની બે પેટી ચોરી ગયું હતુ. તેમજ લસણ, કોબિજ અને રીંગણની પેટી ચોરાતા પોલીસ દોડતી થઈ છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યા ખાબકશે મેઘો 

સીસીટીવી ફૂટેજમાં શાકભાજીની ચોરી કરતો એક યુવક કેદ થયો

સીસીટીવી ફૂટેજમાં શાકભાજીની ચોરી કરતો એક યુવક કેદ થયો હતો. ઊંચા ભાવના કારણે સલાડમાંથી પણ ટામેટાં ગાયબ થઇ ગયા છે. છેલ્લાં એક સપ્તાહમાં ટામેટાના ભાવમાં જબ્બર ઉછાળો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ઊંચા ભાવના કારણે સલાડમાંથી પણ ટામેટાં ગાયબ થઇ ગયા છે ત્યારે હવે ટામેટાંની પણ ચોરી થવા લાગી છે. વરાછાના શાકમાર્કેટમાંથી મધરાત્રે 2 વાગ્યાના અરસામાં એક યુવક ટામેટાની બે તથા લસણ, રિંગણ-કોબિજની પેટી ચોરી ગયો હતો. સીસીટીવી કેમેરાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદથી જળાશયો હાઈએલર્ટ પર, જાણો કેટલો વધ્યો નવા નીરનો જથ્થો 

વિસ્તારમાંથી બટાકાના 17 કટ્ટા ચોરાઇ જતા ભારે ચર્ચાનો વિષય બન્યો

ગતરોજ શહેરના મોટાવરાછા વિસ્તારમાંથી બટાકાના 17 કટ્ટા ચોરાઇ જતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. બટાકાની ચોરી બાદ ટામેટા સહિતના શાકભાજી ચોરાઇ ગયા હોવાનો બનાવ બન્યો છે. વરાછામાં અક્ષર ડાયમંડ પાસે સ્નેહમુદ્રા સોસાયટી નજીક આવેલા શાકમાર્કેટમાં શનિવારે મધરાત્રે 2 વાગ્યાના અરસામાં ચોરી થઇ હતી. અહીં એક યુવક ટામેટાની 10 કિલોની એક એવી બે પેટી ચોરી ગયો હતો. સાથોસાથ યુવકે લસણ, કોબિજ અને રીંગણની પણ ચોરી કરી હતી.

કાપોદ્રા પોલીસમાં અરજી આપતા પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

આ શાકભાજી નજીકમાં રોડ સાઇડે પાર્ક કરેલી રિક્ષામાં મુકી તે ભાગી છૂટયો હતો. સ્થાનિક સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટનાક્રમ કેદ થયો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા હતા. શાકભાજી વેપારી સોહનલાલે આ મામલે કાપોદ્રા પોલીસમાં અરજી આપતા પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Back to top button