ગુજરાત

પાલનપુરના ગઢમાં જવેલર્સની દુકાનમાં ચોરી, વેપારીની નજર ચૂકવી બે શખ્સો રૂ. 2.75 લાખના દાગીના લઇ ફરાર

Text To Speech

પાલનપુર તાલુકાના ગઢ ગામે પાયલ નામની જ્વેલર્સની દુકાનમાંથી બે અજાણ્યા ઈસમોએ દુકાન માલિક નજર ચૂકવી 54 ગ્રામ સોનાના દાગીનાની ઉઠાંતરી કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાયલ જ્વેલર્સના વેપારીએ ગઢ પોલીસ સ્ટેશન પહોંચી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ગઢ- સલ્લા રોડ ઉપર આવેલ પાયલ જ્વેલર્સ નામની દુકાન ચલાવતા મોતીભાઈ રમણભાઈ સોની પોતાની દુકાન થી 18 જૂન ના તેમના માતા બીમાર હોય બપોરે એક વાગ્યાના સમયે નવા ઘરે ગયા હતા. અને દુકાન ઉપર તેમના પિતા બેઠેલા હતા. તે સમયે બે અજાણ્યા ઇસમો આવી જ્વેલર્સની દુકાન બેઠેલા રમણભાઈ પાસે કાનની કડીઓ માંગતા રૂ. 1100માં કાનની કડીઓ આપેલી. ત્યારબાદ તે બંને જણા દુકાન પરથી જતા રહેલા થોડીવાર પછી તેઓ ફરી થી પાછા દુકાન ઉપર આવેલ અને સોનાની ચૂનીની માંગણી કરતા વેપારી રમણભાઈએ તેમને દાગીના ડબ્બો ટેબલ પર મૂકી તેમાંથી સોનાની ચુની બતાવેલ અને ત્યારે એક ઈસમ આ ચુની તથા બીજા દાગીના જોતો અને પાછા મુકતો હતો. આવું વારંવાર કરતો હતો ત્યારબાદ તે બંને જણા જતા રહેલા.

સોનાની ચોરી કરતા ઈસમ cctv કેમેરા કેદ
વેપારી તેમજ આજુબાજુના લોકોએ ગઢ શહેરની આજુબાજુ તપાસ કરતા આ ઈસમો મળેલ નહીં. ચોરીમાં ગયેલ સોનાના દાગીનાની ખાતરી કરવા પાયલ જ્વેલર્સના માલિકે હિસાબ મેળવવા માટે દુકાનમાં ખરીદી -વેચાણ કરેલ તમામ સોના- ચાંદીના દાગીનાના બિલો શોધી અને ચોરીમાં ગયેલ સોનાના દાગીનાનો હિસાબ મેળવતા દુકાન ઉપર આવેલ બે અજાણ્યા ઇસમો સોનાની બુટ્ટી નંગ 2 જે 7 ગ્રામ કિંમત રૂપિયા 35 હજાર, ચેન નંગ 1 જે 11 ગ્રામ કિંમત 56 હજાર, સોનાની વીંટી નંગ 5 જે 17 ગ્રામ કિંમત 84 હજાર 627 રૂપિયા તેમજ કાનની શેર નંગ 10 જે 20 ગ્રામ જેની કિંમત 1 લાખ. આમ કુલ કિંમત 2 લાખ 75 હજાર 627 રૂપિયાની મતાની ચોરી થઇ હોવાનું જણાયું હતું.જ્યારે વેપારએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા જોઈ દુકાનમાં બે અજાણ્યા ઇસમો આવી સીસીટીવીમાં દુકાનના ડબ્બામાં તે ઇસમ પોતાનો હાથ નાખી ચોરી કરતો દેખાય છે.

વેપારીએ ગઢ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી
વેપારીએ દુકાનમાંથી સોનાના અલગ-અલગ પ્રકારના દાગીનાની ચોરીની ગઢ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ગઢ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે આ બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Back to top button