સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હૅક! નામ બદલીને ક્રિપ્ટોકરન્સી સંબંધિત વીડિયો થયા અપલોડ
- આ ચેનલ પર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ Ripple નામની ચેનલ દેખાઈ રહી છે
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર: ભારતની સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ આજે શુક્રવારે હેક કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હવે આ ચેનલ પર સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ રિપલ(Ripple) નામની ચેનલ દેખાઈ રહી છે. આ ચેનલ પર પહેલા સુપ્રીમ કોર્ટને લગતા વીડિયો આવતા હતા, પરંતુ હવે ક્રિપ્ટોકરન્સી સંબંધિત વીડિયો આખી ચેનલ પર દેખાઈ રહ્યા છે.
Supreme Court of India’s YouTube channel appears to be hacked and is currently showing videos of US-based company Ripple. pic.twitter.com/zuIMQ5GTFZ
— ANI (@ANI) September 20, 2024
ચેનલ પર શું દેખાઈ રહ્યું છે?
સર્વોચ્ચ અદાલતએ બંધારણીય બેંચ સમક્ષ સૂચિબદ્ધ કેસો અને જાહેર હિતના મુદ્દાની સુનાવણી સ્ટ્રીમ કરવા માટે YouTubeનો ઉપયોગ કરી રહી છે. મળતી માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટના વીડિયોને હેકર્સ દ્વારા ખાનગી બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટ પ્રશાસન હાલમાં યુટ્યુબ ચેનલના હેકિંગની તપાસ કરી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે
થોડા વર્ષો પહેલા, સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ બંધારણીય બેંચના કેસોમાં તેની કાર્યવાહીને લાઇવ સ્ટ્રીમ કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, લાઇવ સ્ટ્રીમિંગ કાર્યવાહી બંધારણની કલમ 21 હેઠળ ન્યાય મેળવવાના અધિકારનો એક ભાગ છે. સુનાવણીને લાઇવ સ્ટ્રીમ કરવા માટે કોર્ટ યુટ્યુબનો ઉપયોગ કરી રહી છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે કોલકાતાની RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણીને યુટ્યુબ પર લાઇવ સ્ટ્રીમ કરી હતી.
લોકપ્રિય ચેનલો હેક કરવામાં આવી રહી છે
આજકાલ સામાન્ય રીતે જોવા મળે છે કે, સ્કેમર્સ દ્વારા લોકપ્રિય વીડિયો ચેનલોનું હેકિંગ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, રિપલે પોતે હેકર્સ દ્વારા પોતાના CEO બ્રેડ ગારલિંગહાઉસનું પ્રતિરૂપણ કરતાં રોકવામાં નિષ્ફળ થવાથી YouTube પર કેસ કર્યો હતો.
આ પણ જૂઓ: મુસ્લિમ વિસ્તારને પાકિસ્તાન કહેનારા HCના જજની વધી મુશ્કેલી! SCએ લીધું સંજ્ઞાન