વાવમાં ભિક્ષાવૃત્તિ કરવા આવેલા યુવકોએ કરી મહિલાઓની છેડતી, પછી જૂઓ લોકોએ શું કર્યા હાલ
- વાવમાં 2 યુવકોને મહિલાઓના ફોટા પાડવા પડ્યા ભારે
- ભિક્ષાવૃત્તિ કરવા ગયેલા યુવકોએ મોબાઈલમાં મહિલાઓના ફોટા પાડ્યા
- સમાજના આગેવાનોએ સ્ત્રીઓના વસ્ત્રો પહેરાવી દંડ કર્યો
રાજ્યમાં અવારનવાર યુવતીઓની છેડતી થતી હોય છે. જેમાં ઘણીવાર છેડતી કરનારા લોકોને મેથીપાક ચખાડવામાં આવતો હોય છે. અથવા તો તેને પોલીસ સ્ટેશનના દરવાજા બતાવવામાં આવતા હોય છે. જો કે, બનાસકાંઠામાં આ બધાથી વિપરીત મહિલાઓની છેડતી કરનારા યુવકોને સજા આપવામાં આવી છે. જેને જોઈ સૌ કોઈ આ અંગે ચર્ચા કરવા મજબૂર બન્યા છે. જેની વાત કરીએ તો,બનાસકાંઠામાં આવેલા વાવ તાલુકાના તીર્થ ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા આવેલા યુવકોએ મહિલાઓના ફોટા મોબાઈલમાં પાડવાનું શરૂ કર્યુ હતું. જે લોકોના ધ્યાને આવતા તેઓને ગામમાં બધા વચ્ચે સ્ત્રીઓના કપડા પહેરાવી જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો હતો.
ભિક્ષાવૃત્તિ કરવા ગયેલા યુવકોએ મહિલાઓના ફોટો પાડ્યા
આ અંગે મળતી માહિતી અનુસાર,રાધનપુર વિસ્તારના વિચરતી જાતિ સમુદાયના વાદી પરિવારો વાવ માર્કેટ યાર્ડ નજીક તંબુઓ તાણી રહે છે અને ગામડે ગામડે જઈ ઘરોમાં ફરી ભિક્ષાવૃત્તિ કરી અનાજના દાણા માગી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાંથી બનાસકાંઠાનાં તીર્થગામમાં ભિક્ષાવૃત્તિ કરવા ગયેલા બે યુવકોએ મહિલાઓની છેડતી કરી હતી. યુવકો પોતાના મોબાઈલમાં મહિલાઓનાં ફોટા પાડી રહ્યા હતા. જે ગામના લોકોની ધ્યાને આવ્યું હતું. જેથી ગામના લોકોએ યુવકોને પકડી તેમના સમાજના લોકોને બોલાવ્યા હતા. યુવકોની આ ગુસ્તાખી જોઈ સમાજના આગેવાનો પણ ગુસ્સે ભરાયા હતા. અને ગામલોકોની માફી માંગી આ બન્નેને દાખલારૂપ સજા આપવાનું નક્કી કર્યું હતું.
સમાજના લોકોએ બંન્ને યુવકોને ઘાઘરો-ચોળી પહેરાવ્યા
સમાજના બે યુવકોની ગુસ્તાખીથી સમગ્ર સમાજ બદનામ ન થાય તે માટે આગેવાનોએ મોરચો સંભાળ્યો હતો. તેમણે જાતે જ ન્યાય સ્થાપિત કરી યુવકોને દંડ પણ આપ્યો હતો. સમાજના આગેવાનોએ બંને યુવકોને વાવ લાવી સ્ત્રીઓના કપડાં ઘાઘરો-ચોળી પહેરાવ્યા હતા. જૂતાનો હાર પહેરાવી 50 હજારનો દંડ કરી તેમના પરિવારને એક વર્ષ માટે સમાજમાંથી બહિષ્કાર કરાયો હતો. બંને યુવકોને સમાજના મોભીઓ દ્વારા દાખલારૂમ 50 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. સાથે જ આ ઘટનામાં સમાજના આગેવાનોએ કહ્યું કે,નારી શક્તિનું દરેક મંચ પરથી સન્માન થવું જોઈએ, તે શક્તિ સ્વરૂપ છે. આ ઘટનામાં આગેવાનોએ નારી શક્તિને સાક્ષાત શક્તિ સ્વરૂપ બનાવી પોતાના સમાજના આ યુવકોના કૃતને તેઓએ વખોડી તેમને દાખલા રૂપ સજા પણ આપી હતી. અહીં
સમાજના લોકોએ બંને યુવકનો દંડ ફટકાર્યો.
આ પણ વાંચો : તલાલામાં હીરણ ડેમ-2 ઓવરફ્લો થતા તમામ દરવાજા ખોલવામાં આવ્યા, ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા