ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

UPમાં યુવકે 8 વખત કર્યું મતદાન! FIR નોંધાઈ અને પોલિંગ ટીમ સસ્પેન્ડ, જુઓ વીડિયો

Text To Speech
  • યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ 

ઉત્તર પ્રદેશ, 20 મે: ઉત્તર પ્રદેશમાં એક જ વ્યક્તિનો 8 વખત વોટ આપ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાના મામલામાં FIR નોંધવામાં આવી છે. માહિતી આપતાં યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું હતું કે, ઘટનાની FIR એટા જિલ્લાના નયાગાંવ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 171-F અને 419, RP એક્ટ 951ની કલમ 128, 132 અને 136 હેઠળ નોંધવામાં આવી છે. વીડિયોમાં ઘણી વખત વોટિંગ કરતા જોવા મળેલા વ્યક્તિની ઓળખ ખીરિયા પમરન ગામના રહેવાસી રાજન સિંહ તરીકે થઈ છે અને પોલીસે તેની ધરપકડ કરી છે.

 

યુપીના મુખ્ય ચૂંટણી અધિકારીએ શું કહ્યું? 

માહિતી આપતાં, યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું હતું કે, “મતદાન મથકના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવા અને તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે. ચૂંટણી પંચને સંબંધિત મતદાન મથક પર પુનઃ મતદાનની ભલામણ કરવામાં આવી છે. યુપીના બાકીના તબક્કાના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને મતદારોની ઓળખ અંગેની પ્રક્રિયાને કડક રીતે અનુસરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.”

વીડિયોથી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ

મહત્ત્વપૂર્ણ છે કે, વીડિયો બહાર આવ્યા બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક યુવક કથિત રીતે 8 વખત ભાજપને વોટ કરતો વીડિયો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને ટ્વિટ કરતા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ટ્વિટર પર લખ્યું, ‘જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું થયું છે તો તેણે કંઈક પગલાં લેવા જોઈએ, નહીં તો…’

આ પણ જુઓ: પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન શરૂ, અક્ષય કુમાર-અનિલ અંબાણી સહિતનાએ કર્યું મતદાન

Back to top button