ટ્રેન્ડિંગસ્પોર્ટસ

શ્રીલંકાના આ યુવા ખેલાડીએ રચ્યો ઇતિહાસ, આવું કરનાર બન્યો ચોથો ઓલરાઉન્ડર

Text To Speech

કોલંબો, 16 ઓક્ટોબર : શ્રીલંકન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી દુનિત વેલેસે ઈતિહાસ રચ્યો છે. તે શ્રીલંકા માટે તમામ ફોર્મેટમાં ભાગ લેનાર ચોથો યુવા ક્રિકેટર બન્યો છે. ટેસ્ટ અને ODIમાં ડેબ્યૂ કરી ચૂકેલા વેલેઝને ગઈકાલે (15 ઓક્ટોબર 2024) T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. જ્યાં તે પોતાની પ્રથમ મેચમાં જ હિટ રહ્યો હતો.  ટીમ માટે પોતાની ડેબ્યૂ ટી20 મેચમાં તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે કુલ 4 ઓવર ફેંકી હતી. દરમિયાન, તે 2.20ની ઇકોનોમીમાં 9 રન ખર્ચીને 3 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેનો શિકાર બ્રાન્ડન કિંગ, વિકેટકીપર બેટ્સમેન આન્દ્રે ફ્લેચર અને રોસ્ટન ચેઝ હતા.

નાની ઉંમરે શ્રીલંકા માટે તમામ ફોર્મેટમાં ડેબ્યૂ કરનાર ખેલાડીઓ

  • 19 વર્ષ, 3 મહિના, 22 દિવસ – ચમારા કપુગેદરા
  • 21 વર્ષ, 4 મહિના, 13 દિવસ – ઉપુલ થરંગા
  • 21 વર્ષ, 5 મહિના, 03 દિવસ – કુસલ મેન્ડિસ
  • 21 વર્ષ, 10 મહિના, 09 દિવસ – દુનિત વેલેઝ
  • 21 વર્ષ, 10 મહિના, 29 દિવસ – લહિરુ કુમાર
  • 21 વર્ષ, 11 મહિના, 07 દિવસ – મહિષ તિક્ષા

દુનિત વેલેઝની ક્રિકેટ કારકિર્દી

દુનિત વેલેઝની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તે શ્રીલંકા માટે અત્યાર સુધીમાં કુલ 26 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 22 ઇનિંગ્સમાં તેના બેટથી 360 રન બનાવ્યા છે. બોલિંગ દરમિયાન તેણે 26 ઇનિંગ્સમાં 33 વિકેટ ઝડપી છે. વેલેઝના નામે ટેસ્ટ ક્રિકેટની 2 ઇનિંગ્સમાં 14.5ની એવરેજથી 29 રન છે.

ODIની 20 ઇનિંગ્સમાં તેણે 22.07ની એવરેજથી 331 રન બનાવ્યા છે. તેના બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેને ટેસ્ટમાં કોઈ સફળતા મળી નથી.  તેણે ODIની 23 ઇનિંગ્સમાં 30.0ની એવરેજથી 30 વિકેટ અને T20ની 1 ઇનિંગમાં 3.0ની એવરેજથી 3 વિકેટ લીધી છે.

આ પણ વાંચો :- બિહારના સિવાનમાં લઠ્ઠાકાંડ, 7નાં મૃત્યુ; 10થી પણ વધારે લોકો હોસ્પિટલમાં દાખલ

Back to top button