ગુજરાત

યુવકને પ્રેમજાળમાં ફસાવી ભાડુઆત પરિણીતાએ રૂ. 96.44 લાખનો હાથફેરો કર્યો

  • દિલીપભાઈ ધનજીભાઈ ઉકાણી હની ટ્રેપમાં ફસાયા
  • મકાન વેંચીને રૂપિયા કબાટમાં મુક્યા અને ખેલ પાડ્યો
  • પોલીસે આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા

સુરત શહેરના કતારગામના યુવકને પ્રેમજાળમાં ફસાવી ભાડુઆત પરિણીતાએ રૂ. 96.44 લાખનો હાથફેરો કર્યો હતો. બોયફ્રેન્ડ સાથે રહેતી બે સંતાનોની માતાએ પતિને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ એમ કહી આધેડને ભરોસામાં લઈ તેની મિલકત વેચાણથી આવેલા રૂપિયાનો હાથફેરો કર્યો હતો. તથા તેના બીજા પ્રેમી સાથે ભાગી છૂટી છે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા બે દિવસ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન, ગુજરાતથી ધારાસભ્યો, સાંસદ હાજર 

દિલીપભાઈ ધનજીભાઈ ઉકાણી હની ટ્રેપમાં ફસાયા

વેડરોડ પર વિરામ નગર પાસે સિધ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપભાઈ ધનજીભાઈ ઉકાણી હની ટ્રેપમાં ફસાયા હતા. 37 વર્ષીય દિલીપને તેની પત્ની મનીષા સાથે બનતું ન હોય તેણી એકાદ વર્ષથી પિયર ચાલી ગઈ છે. એકલા જ રહેતાં દિલીપનું કતારગામની કૃષ્ણકુંજ સોસાયટીમાં મકાન હતું. આ મકાનનો ગ્રાઉન્ડ ફલોર જયશ્રીબેન દિનેશભાઈ ભગતને ભાડે આપાયો હતો. જ્યારે પહેલા માળે તે પોતે રહેતો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર જયશ્રી તેના બે દિકરા નૈતિક અને યશ ઉપરાંત – બોયફ્રેન્ડ શુભમ સાથે રહેતી હતી. આ શુભમ કામ અર્થે અવારનવાર મહારાષ્ટ્ર જતો હોય ઘરમાં એકલી પડતી જયશ્રી અને હાલ એકલવાયું જીવન જીવતા દિલીપ એકબીજાની નિકટ આવ્યા હતા. થોડા જ સમયમાં તેઓ વચ્ચે પ્રેમ થયો અને પછી આ યુગલ પતિ-પત્ની માફક રહેવા માંડયું હતું. જયશ્રીએ ભાડે રાખેલા ગ્રાઉન્ડ ફલોર ખાલી કર્યો અને પહેલા માળે દિલીપ સાથે રહેવાનું શરૂ કર્યું હતું. તેણીએ હું મારા પતિને છૂટાછેડા આપવાની છું, પછી આપણે લગ્ન કરી હંમેશ માટે સાથે રહીશું એવી વાતોથી બે બાળકની માતા જયશ્રીએ બોયફ્રેન્ડ શુભમ સાથે ખેલ કર્યો હતો અને દિલીપને ભરોસામાં લીધો હતો.

આ પણ વાંચો: રાજકોટની પરિણીતા અંધશ્રદ્ધાનો ભોગ બની, તાંત્રિકે દેહવિક્રયના ધંધામાં ધકેલી

દિલીપ એકલો જ હોય તેને જયશ્રીનો સાથ ગમ્યો

દિલીપ એકલો જ હોય તેને જયશ્રીનો સાથ ગમ્યો હતો. દરમિયાન જયશ્રી સાથે રહેતો હતો એ મકાન દિલીપે વેચી કાઢ્યું અને સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં ફલેટ ભાડે લીધો હતો. આ ફ્લેટમાં જયશ્રી પણ તેના બે દિકરા સાથે રહેવા ગઇ હતી. જયશ્રી દિલીપ સાથે રહેવા માંડતાં તેના બોયફ્રેન્ડ શુભમે અહીં આવવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન કૃષ્ણકુંજ સોસાયટી સ્થિત મકાન વેચાણનાં રોકડા રૂપિયા દિલીપ પાસે આવ્યા હતાં. આ રૂપિયા તેણે ઘરનાં કબાટમાં મૂક્યા હતા. રોકડા લાખો રૂપિયા જોઈ જયશ્રીની આંખો ચાર થઈ હતી. તેણે આ રૂપિયા પડાવવા પેંતરો રચ્યો હતો. જયશ્રી તેના બાળકોને ડભોલીનાં બજરંગનગરમાં રહેતા પિતાના ઘરે મૂકવાના બહાને દિલીપને સાથે લઈ ગઈ હતી. બજરંગનગર પહોંચતા જ જયશ્રી એ હાલ ઘર બંધ હશે તમે બાળકોને મારા પિતા શાકભાજી વેચે છે ત્યાં મૂકી આવો હું અહીં ઉભી રહું છું, એમ કહી દિલીપને રવાના કર્યો હતો. દિલીપ બાળકોને મૂકી પરત આવ્યો ત્યારે જયશ્રી ગાયબ હતી. જયશ્રીએ દિલીપનાં કોલ રીસિવ કર્યા ન હતાં. તે ઘરે પહોંચ્યો અને ફરી કોલ કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો. ઘરની ચાવી જયશ્રી પાસે હોવાથી દિલીપને શંકા ગઈ અને તેણે તાળું તોડી ઘરમાં ચેક કર્યું તો પૈસા ભરેલી બેગ ગાયબ હતી.

આ પણ વાંચો: લોકસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોને ચીજવસ્તુઓના ભાવમાં મોંઘવારી નડશે

ચોક બજાર પોલીસે આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા

દિલીપે જયશ્રીનાં બોયફેન્ડ શુભમને કોલ કર્યો તો તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. આ રીતે એ બે જણાએ રૂપિયા ચોરવા ગેમ ગોઠવી હોવાનો અહેસાસ થતા દિલીપે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ આપી હતી. દિલીપ સાથે લગ્નનું કહી તેણે બોયફ્રેન્ડ સાથે પણ બ્રેકઅપ કરી લીધું હતું. જયશ્રીએ જ આ મકાન વેચી અન્ય સ્થળે સાથે રહીશું તેવું કહેતાં આ યુવકે દોઢ કરોડનું મકાન રૂ. 96.44 લાખમાં વેચી માર્યું હતું. હાલ તો બંને આરોપી ફરાર હોવાથી ચોક બજાર પોલીસ એમને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button