ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

Reel બનાવવાના ચક્કરમાં જીવ જોખમમાં મુક્યો, માંડ માંડ બચ્યો યુવક, જૂઓ વીડિયો

Text To Speech
  • એક યુવક રીલ બનાવવાના ચક્કરમાં એક ખતરનાખ સ્ટંટ કરતો જોવા મળે છે. અચાનક કંઈક એવું બને છે કે યુવકનો જીવ જ જોખમમાં મૂકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

HD ન્યૂઝ ડેસ્ક, 5 એપ્રિલ: આજના સમયમાં તમને ભાગ્યે જ કોઈ એવો માણસ મળશે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ના કરતો હોય. કેટલાક લોકો તેમના મનોરંજન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે જ્યારે કેટલાક લોકો તેના દ્વારા પ્રખ્યાત થવા માંગે છે. જે લોકો સોશિયલ મીડિયા દ્વારા ફેમસ થવા માંગે છે તેઓ સોશિયયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર અલગ-અલગ કન્ટેન્ટના વીડિયો પોસ્ટ કરતા હોય છે. હવે આમાં કેટલાક લોકો સમજદાર હોય છે જે ખતરનાક સ્ટંટના વીડિયો બનાવતા નથી. પરંતુ કેટલાક લોકોના વીડિયોતો માત્ર ખતરનાક સ્ટંટથી જ ભરેલા હોય છે. આવા સ્ટંટ કરવાથી ઘણા લોકો પોતાનો જીવ જોખમમાં મુકતા હોય છે. આવો જ એક ખરતનાખ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ નદીના કિનારે પોતાનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે. તે દોડીને આવે છે અને હાથ વડે પલટાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સ્ટંટ દરમિયાન તેનું માથું જમીનમાં ફસાઈ જાય છે. સ્ટંટ તો કર્યો પણ તેનું માથું જમીનમાંથી બહાર જ ના આવ્યું. આ પછી તે પોતાનું માથું બહાર કાઢવા માટે ખુબ જ પ્રયત્નો કરે છે, ત્યાર બાદ ઘણી મહેનત પછી તેનું માથું બહાર આવે છે. જો તેનું માથું બહાર ન આવ્યું હોત તો તેનો જીવ પણ જવાની શક્યતા હતી.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @TheJatKshatriya નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- આજ પછી આ રીલ નહીં બનાવે. અન્ય એક યુઝરે લખ્યું- આવા લોકોની હાલત આવી જ થવી જોઈએ જેથી રીલ બનાવવાની લત છૂટી જાય. ત્રીજા યુઝરે લખ્યું- આ કમળ કાદવમાં ખીલી રહ્યું છે.

આ પણ વાંચો: ના હોય! ચાવી વિના સ્કૂટી સ્ટાર્ટ કરી શકાય? જૂઓ આ જાદુઈ ટ્રિકનો વીડિયો

Back to top button