મધ્ય ગુજરાત

ખિસ્સામાં મુકેલો ફોન ફાટતા યુવક બીજા માળેથી પટકાતા મોત !

Text To Speech

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી પાસેની એક સાઈટના બીજા માળે એક યુવાન કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાં મુકેલ મોબાઇલ ફોનની બેટરી ફાટતા યુવકનું મોત થયુ હતું.

આ પણ વાંચો : રાજ્યમાં ક્યાંક હિટવેવ તો ક્યાંક કમોસમી વરસાદના એંધાણ

શહેરમાં ઘણો જ આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી પાસેની એક સાઇટના બીજા માળે કામ કરી રહેલા એક યુવાને તેના પેન્ટના ખિસ્સામાં મુકેલા મોબાઇલ ફોનની બેટરી અચાનક ફાટી હતી. જેના કારણે યુવાન બીજા માળેથી નીચે પટકાયો હતો. જે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. આ સારવારમાં યુવાનનું મોત નીપજ્યુ છે.

અમદાવાદ - Humdekhengenews

પેન્ટના ખિસ્સામાં મુકેલો ફોન ફાટ્યો

મળતી માહિતી પ્રમાણે, મુકેશ બારિયા ચાંદખેડામાં નવી બનતી ધરતીસ્કાય લાઇન નામની સાઇટ પર કામ કરી રહ્યો હતો. ગત 20મી ફેબ્રુઆરીના રોજ સાઇટના સી બ્લોકના બીજા માળે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પેન્ટના ખિસ્સામાં મુકેલા ફોનની બેટરી ફાટી હતી. જેના કારણે યુવાને બેલેન્સ ગુમાવ્યું અને નીચે પટકાયો હતો. આ પડવાનો અવાજ સાંભળીને આસપાસનો કર્મચારીઓ ભેગા થઇ ગયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. 20મી તારીખથી તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યુ છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : PM મોદીની આજે કર્ણાટકની મુલાકાતે, મૈસુર-બેંગલુરુ એક્સપ્રેસ વે ભેટમાં અપાશે

મોબાઇલ ફાટતા વૃદ્ધનું મોત

થોડા દિવસ પહેલા જ મોબાઇલ ફાટવાની ઘટના મધ્યપ્રદેશમાં પણ બની હતી. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્માર્ટફોનમાં જોરદાર વિસ્ફોટને કારણે દયારામ નામના 58 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.વૃદ્ધ ફોનમાં કંઈક જોઈ રહ્યા હતા ત્યારે જોરદાર વિસ્ફોટ થયો. વૃદ્ધને ગળા નીચે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Back to top button