ગુજરાતટોપ ન્યૂઝ

સાળંગપુર મંદિરને લઈ વધુ એક વિવાદ , હનુમાનજીની મૂર્તિ પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક જોઈ ભડક્યાં ભક્તો

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને લઈને સર્જાયેલો વિવાદ સતત વધી રહ્યો છે. આ વિવાદને લઈને હિન્દુ સંગઠનો, સાધુ-સંતો મહંતો મેદાનમાં ઉતર્યા છે. અને આ મામલામાં સાળંગપુર મંદિરમાં નોટિસ પણ મોકલવામાં આવી છે. તો બીજી તરફ કેટલાક સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે આ બધાની વચ્ચે સાળંગપુર મંદિરમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી 54 ફૂટ ઊંચી ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાને લઈને વિવાદ ઉભો થયો છે.

હનુમાનજીની મૂર્તિ પર સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકને લઈને વિવાદ

સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને લઈને સર્જાયેલા વિવાદની વચ્ચે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પર સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકને લઈને વિવાદ સર્જાયો છે. હનુમાનજીની ભવ્ય મૂર્તિ પર સ્વામિનારાયણ સંપ્રયદાયનું તિલક દર્શાવાતા વિવાદ વકર્યો છે.

હનુમાનજીને દર્શન કરતા દર્શાવવાએ ભૂલ છે,જેને સુધારી લેવી જોઈએ : ભક્તો

આ મામલે સાળંગપુર મંદિરે દર્શનાર્થે આવેલા ભક્તોએ મીડિયાને જણાવ્યું હતુ કે ‘તિલકને તો બધા પોતાની રીતે અલગ અલગ કરી શકે છે. મુળ તો તે તિલક જ છે. કોઈ ગોળ તિલક કરે છે, કોઈ આડું તિલક કરે છે, કોઈ ઊભું તિલક કરે છે. તો કોઈ લાલ ચંદનનું કરે છે, કોઈ કેસરી ચંદનનું કરે છે, હનુમાનજીને દર્શન કરતા દર્શાવવાએ એમની ભૂલ છે, જેને તેમણે સુધારી લેવી જોઈએ, મંદિર દ્વારા વિવાદિત ચિત્રોને દૂર કરી દેવામા આવે તો ભક્તોની લાગણી દુભાશે નહીં”.

હનુમાનજી રક્ષક હતા, એનો મતલબ એવો નથી કે તેમણે સ્વામિનારાયણ ધર્મ અપનાવી લીધો : ભક્તો

તો આ મામલામાં અન્ય ભક્તે મીડીયાને જણાવ્યું કે,” જ્યાં સુધી આપણને ઈતિહાસ કહેવામાં આવ્યો છે, ત્યાં સુધી મને એવી જાણ છે કે હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનના રક્ષક છે અને આ તિલક તો સ્વામિનારાયણ ભગવાનનું તિલક છે, તો હું કોઈ સંપ્રદાયનું અપમાન નથી કરતો પરંતુ આમાં હનુમાનજીનું અપમાન થાય છે. હનુમાનજી રક્ષક હતા, એનો મતલબ એવો નથી કે હનુમાનજીએ પણ સ્વામિનારાયણ ધર્મ અપનાવી લીધો છે. આ મામલે કદાચ હું પણ ખોટો હોઈ શકું તો તેના માટે કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે તેનો ઈતિહાસ લખેલો હોવો જોઈએ. જે લખવામાં આવ્યો નથી. અહીં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, તેમને ખબર હોવી જોઈએ કે આવું શું કામ આવું થયું છે”.

આ પણ વાંચો : સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈને વિવાદ ઉગ્ર : રાજકોટના વકીલની અનેક મંદિરોને નોટિસ

Back to top button