ગુજરાતહેલ્થ

વડોદરામાં યલો ફિવર વેક્સિનેશન સેન્ટર સપ્તાહના બે દિવસ સેન્ટર રહેશે ચાલુ

Text To Speech

વડોદરા: આફ્રિકન અને લેટિન અમેરિકાના દેશોમાં જતા પ્રવાસીઓએ યલો ફીવર વેક્સિન લેવી ફરજિયાત લેવાની હોય છે. ત્યારે આ વેક્સિન લેવાનું સેન્ટર વડોદરા શહેરમાં ન હોવાથી પ્રવાસીઓને અમદાવાદ, ગાંધીનગર કે સુરત જવુ પડતુ હતુ. જોકે, હવે વડોદરા શહેરમાં જ યલો ફીવર વેક્સિનેશન સેન્ટર કાર્યરત કરવામાં આવતા પ્રવાસીઓને અન્ય શહેરમાં જવુ પડશે નહીં.
આફ્રિકન અને લેટિન અમેરિકાના દેશોમાં જતા આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓએ યલો ફીવરની વેક્સિન લેવી ફરજિયાત છે. વડોદરાના પદ્માવતિ શોપિંગ સેન્ટર ખાતે મેયર કેયુર રોકડિયાના હસ્તે સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો. આફ્રિકન અને લેટિન અમેરિકાના દેશો જેવા કે, આફ્રિકા કેન્યા, યુગાન્ડા, બાઝીલ, તાન્ઝાનીયા, સુદાન, ઘાના, કોંગો, લિબેરીયા, કોલોમ્બિયા, કોસ્ટા રીકા, કુબા, પનામા સહિતના દેશોમાં જતા આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓએ યલો ફીવરની વેક્સિન લેવી ફરજિયાત છે.

વર્ષે અંદાજે 250થી વધુ પ્રવાસીઓને અમદાવાદ કે સુરત સુધી લાંબુ થવુ પડતુ હતુ. આખા રાજ્યમાં ચાર શહેરોમાં જ યલો ફીવર વેક્સિન અપાય છે. વડોદરામાં સેન્ટર ન હોવાથી વર્ષે અંદાજે 250થી વધુ પ્રવાસીઓને અમદાવાદ કે સુરત સુધી લાંબુ થવુ પડતુ હતુ. જોકે, હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે યલો ફીવર વેક્સિનેશન સેન્ટર કાર્યરત કર્યું છે. શહેરના ન્યાય મંદિર સામે આવેલા પદ્માવતિ શોપિંગ સેન્ટરના પહેલા માળે રેલવે બુકિંગ ઓફિસની બાજુમાં કોર્પોરેશન એ યલો ફીવર વેક્સિનેશન સેન્ટર કાર્યરત કર્યું છે.

હાલમાં 100 ડોઝ આરોગ્ય વિભાગ પાસે ઉપલબ્ધ, પછી જરૂરિયાત પ્રમાણે કેન્દ્ર સરકાર પાસેથી ડોઝની માગણી કરાશે. સેન્ટર મંગળવાર અને ગુરુવાર એમ અઠવાડીયામાં બે દિવસ બપોરના 3થી5 કલાક દમિયાન રસી લેવાશે તેવુ જાણવવામાં આવેલ છે. જેની 500 રૂપિયા ફી રાખવામાં આવી છે. તથા ડોક્યુમેન્ટમાં ઓરિજીનલ પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ પણ જોડે રાખવા પડશે.

Back to top button