કુસ્તીબાજોએ જણાવ્યું કે ક્યાં સુધી વિરોધ ચાલુ રહેશે, દિલ્હી પોલીસ પર લગાવ્યા આ આરોપ
દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે 3મે રાત્રે ઝપાઝપી થઈ હતી. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસ બ્રિજ ભૂષણ શરણ સિંહ માટે કામ કરી રહી છે.
"Delhi Police working in favour of Brij Bhushan Singh", say wrestlers protesting at Jantar Mantar
Read @ANI Story | https://t.co/KhSM2nm0ip#WrestlersProtest #WFI #BrijBhushanSingh #wrestling pic.twitter.com/JPLGuURBEk
— ANI Digital (@ani_digital) May 4, 2023
વિરોધ કરી રહેલા રેસલર બજરંગ પુનિયાએ જણાવ્યું કે ક્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. તેમણે કહ્યું, “અમારી લડાઈ સરકાર સામે નથી, પરંતુ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ પદેથી બ્રિજભૂષણ શરણ સિંહના રાજીનામા અને ધરપકડ ન થાય ત્યાં સુધી અમે જંતર-મંતર પર રહીશું.”
આ પણ વાંચોઃ વિનેશ ફોગાટને રડતા જોઈ ગૌહર ખાને આપી પ્રતિક્રિયા, ‘કુસ્તીબાજો સાથે મારપીટ એ દુઃખદ બાબત’
દિલ્હી પોલીસ પાસે શું માંગણી કરી?
રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી જે કર્યું છે તેના માટે અમે આભારી છીએ. આજે સર્વોચ્ચ અદાલતમાં અમારી સુનાવણી હતી, અદાલત જે પણ આદેશ આપશે અમે તેનું પાલન કરીશું. કોર્ટે કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટ સહિત અન્ય રસ્તાઓ છે જ્યાં આપણે જઈ શકીએ.
दिल्ली पुलिस की मनमानी
मुझे जंतर- मंतर पर मेरे भाई-बहनों से मिलने जाने के लिए भी रोक दिया गया
पुलिस कह रही है की दो ही रास्ते हैं या तो अपने घर वापिस जाओ या फिर पुलिस के घर चलोबेहद निंदनीय pic.twitter.com/yKbUT3LOwq
— geeta phogat (@geeta_phogat) May 4, 2023
ફોગાટે વધુમાં કહ્યું કે અમારા સમર્થનમાં આવેલા ઘણા લોકોની દિલ્હી પોલીસે અટકાયત કરી છે, તેમને જલ્દી મુક્ત કરવામાં આવે અને જો તે લોકોને કંઈ થશે તો તેની જવાબદારી દિલ્હી પોલીસની રહેશે. બીજી તરફ બજરંગ પુનિયાએ કહ્યું કે અમે ગુનેગાર નથી, અમે અહીં અમારા અધિકાર માટે લડવા બેઠા છીએ. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે. દિલ્હી પોલીસ બ્રિજ ભૂષણના પક્ષમાં કામ કરી રહી છે.
"Return medals if.." Bajrang Punia after police-wrestlers scuffle
Read @ANI Story | https://t.co/7mh0paGg6y#BajrangPunia #WrestlersProtest #Wrestling pic.twitter.com/9j6HG2tzWt
— ANI Digital (@ani_digital) May 4, 2023
સુપ્રીમ કોર્ટે મહિલા રેસલર્સની અરજી પર સુનાવણી અટકાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે અરજદારો અહીં એફઆઈઆરની માંગ લઈને આવ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે. ફરિયાદીઓને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે. તેથી હવે આ બાબતને અહીં પેન્ડિંગ રાખવાની જરૂર નથી. આ બાબતને લગતી કોઈપણ બાબત નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાં રાખી શકાય છે.
Wrestlers petition | Supreme Court notes the purpose of the petition has been served as FIR has been registered and that security has been provided to wrestlers. SC says that we have closed the proceedings at this stage. SC says if petitioners wish for something else, they can… pic.twitter.com/irIqwLuZv8
— ANI (@ANI) May 4, 2023
તમને જણાવી દઈએ કે 3મેની રાત્રે લગભગ 11 વાગ્યે જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો રાત્રિના આરામ માટે ફોલ્ડિંગ કોટ લાવી રહ્યા હતા ત્યારે તેમની સાથે ઝપાઝપી થઈ હતી. તેમના જૂના ગાદલા વરસાદને કારણે ભીના થઈ ગયા હતા. આ અંગે ફરજ પરના પોલીસકર્મીઓએ પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. આ પછી પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે ઘર્ષણ શરૂ થયું.
શું છે મામલો?
કુસ્તીબાજ બ્રિજ ભૂષણ છેલ્લા ઘણા દિવસોથી જંતર-મંતર પર બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડન અને ધમકીઓનો આરોપ લગાવીને પ્રદર્શન કરી રહ્યા છે. આ અંગે મામલો સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધી છે, પરંતુ કુસ્તીબાજોની માંગ છે કે બ્રિજભૂષણ શરણ સિંહને તમામ પદો પરથી રાજીનામું આપીને જેલમાં ધકેલી દેવામાં આવે.