મહિલાએ બિહારના પૂર્વ મંત્રીને અશ્લીલ ફોટો મોકલીને 50 લાખ માંગ્યા
- મહિલાએ બિહારના પૂર્વ મંત્રીને 2 યુવતીઓ સાથે ‘એડિટેડ’ તસવીર મોકલી, 50 લાખની માંગણી કરી
- મહિલાએ વૃષિન પટેલને વોટ્સએપ પર એડિટ કરેલી અશ્લીલ તસવીર મોકલી હતી અને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી
- આ પછી પૂર્વ મંત્રીએ ઈકોનોમિક ઓફેન્સ યુનિટમાં એફઆઈઆર નોંધાવી છે
બિહાર, 22 નવેમ્બર: રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી વૃષિન પટેલે બિહાર પોલીસના ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU)માં એક મહિલા વિરુદ્ધ વોટ્સએપ પર એડિટેડ ફોટો મોકલીને 50 લાખ રૂપિયાની માંગણી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. બિહાર સરકારના પૂર્વ મંત્રી વૃષિન પટેલ પાસે એક મહિલા દ્વારા 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. અને જો તેઓ પૈસા નહીં આપે તો તેમના અશ્લીલ ફોટા જાહેર કરીને તેમના રાજકીય ભવિષ્યને બરબાદ કરી દેવાની તેવી ધમકી આપવામાં આવી હતી. એક મહિલાએ વૃષિન પટેલના વોટ્સએપ પર બે યુવતીઓ સાથેની એડિટ કરેલી અશ્લીલ તસવીર મોકલી હતી. આ અંગે પૂર્વ મંત્રીએ આર્થિક અપરાધ એકમમાં એફઆઈઆર નોંધાવી છે.
EOUને આપેલી લેખિત ફરિયાદમાં પૂર્વ મંત્રી વૃષિન પટેલે જણાવ્યું છે કે, લગભગ બે મહિના પહેલા કદમકુઆન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મારા ઘરે એક મહિલા મને મળવા આવી હતી. મારા સ્ટાફને મહિલાએ કહ્યું કે મારે મંત્રીને મળવું છે. સ્ટાફે કહ્યું કે, મંત્રી અત્યારે વ્યસ્ત છે અને ઉપલબ્ધ થઈ શકે તેમ નથી. મહિલા રાજી ન થઈ અને જીદ કરવા લાગી. આ પછી સ્ટાફે મહિલાને મારી સાથે મુલાકાત કરાવી. મહિલાએ કહ્યું કે, મારે ધારાસભ્ય બનવું છે. તેના પર મેં કહ્યું કે ધારાસભ્ય બનવું એટલું સરળ નથી. જો તમને રાજકારણમાં રસ હોય તો પાર્ટીમાં જોડાઓ. આ માટે તમારે પાર્ટી ઓફિસમાં આવીને મેમ્બરશિપ લેવી પડશે. આ પછી મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી.
થોડા દિવસો પછી હું કારમાં હજ ભવનથી એરપોર્ટ રોડ થઈને બેઈલી રોડ તરફ જઈ રહ્યો હતો. જ્યારે એક જગ્યાએ રોકાયો ત્યારે અચાનક આરોપી મહિલા ત્યાં પહોંચી ગઈ. કહ્યું કે મારું ઘર નજીકમાં છે. ચાલો ચા પીવા જઈએ. પહેલા તો મેં ઘણી ના પાડી પછી તેણે જીદ એટલેહું તેના ઘરે ગયો. મેં તે મહિલાને પૂછ્યું કે તેના પતિ ક્યાં છે? તેણે કહ્યું કે તે કામ માટે બહાર ગયા હતા. તે સમયે ઘરમાં બે છોકરીઓ પણ હતી. પૂછવા પર મહિલાએ જણાવ્યું કે, તેની બે બહેનો છે. આ પછી મહિલા ચા બનાવવા રસોડામાં ગઈ હતી. આ દરમિયાન ત્યાં હાજર બંને યુવતીઓ મારી સામે જ કપડાં ઉતારવા લાગી. એટલે મને ગુસ્સો આવ્યો અને મેં બંનેને ઠપકો આપ્યો અને પછી ત્યાંથી ચાલ્યો ગયો.
મને મારા મોબાઈલ પર બે અલગ-અલગ નંબર પરથી કોલ આવ્યો
હવે આ ઘટનાના બે મહિના બાદ 26મી ઓક્ટોબર અને 31મી ઓક્ટોબરે મારા મોબાઈલ પર બે અલગ-અલગ નંબર પરથી ફોન આવ્યા હતા. જેમાં, બે યુવતીઓ તારી પાસે ગઈ હતી અને તેમની સાથે તે અશ્લીલ હરકતો કરી છે તેવું જણાવ્યું હતું. આ પછી ફરીથી મારા મોબાઈલ પર બે નંબર પરથી કોલ આવ્યા. ફોન કરનારે મારા વોટ્સએપ પર અશ્લીલ તસવીર મોકલી હતી. આ તસવીર સંપૂર્ણપણે નકલી હતી. ત્યારબાદ આ તસવીરના આધારે 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. બ્લેકમેલરે કહ્યું કે, જો 50 લાખ રૂપિયા નહીં ચૂકવવામાં આવે તો વૃષિન પટેલની રાજકીય કારકિર્દી બરબાદ થઈ જશે.
આ પણ વાંચો, ઉત્તર પ્રદેશ: બળાત્કારી પીડિતાની કુહાડી મારી હત્યા, 36 કલાકથી હત્યારા ફરાર