ટ્રેન્ડિંગફોટો સ્ટોરીવર્લ્ડવિશેષવીડિયો સ્ટોરી

દુનિયાની સૌથી મોટી કાચની ઈમારત! ગિનીશ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

  • ભવ્યતા માટે જાણીતી દુનિયાની ઇમારતોમાંથી એક એવી સાઉદી અરેબિયાની ‘મારાયા’
  • મારાયા એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે અરીસો અથવા પ્રતિબિંબ

સાઉદી અરેબિયા, 28 જાન્યુઆરી: વિશ્વની સૌથી મોટી કાચની ઇમારત સાઉદી અરેબિયામાં આવેલી છે. આ ઇમારતનું નામ મારાયા(Maraya) છે. આ બિલ્ડિંગ સાઉદી અરેબિયાના અલઉલા(AlUla)માં આવેલી છે. જે સંપૂર્ણ રીતે કાચની બનેલી છે. આ ઈમારતનું નામ ગિનિસ વર્લ્ડ બુકમાં નોંધાયેલું છે. મારાયા એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે અરીસો અથવા પ્રતિબિંબ. આ ઇમારતનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો @historyinmemes નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શન લખવામાં આવ્યું છે – ‘મારાયા વિશ્વની સૌથી મોટી કાચથી બનેલી ઇમારત છે.’ દુનિયામાં ઘણી એવી ઇમારતો છે જે પોતાની ભવ્યતા અને સુંદરતા માટે જાણીતી છે. દરેક પ્રખ્યાત ઈમારતોમાં કંઈક ખાસ હોય છે અને આવી જ એક ઈમારત સાઉદી અરેબિયામાં આવેલી મારાયા છે

mirror building
mirror building

કાચની ઇમારતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કાચની જેમ ચળકતી આ ઈમારતની પાછળ ટેકરીઓ(પર્વતો) દેખાઈ રહ્યા છે. આ ઈમારતની દીવાલો લાંબી છે, જેના પર ચારેબાજુ અરીસાઓ છે. ઇમારતના કાચમાં રેતીના ટેકરા, પહાડો, રસ્તા પર ચાલતા વાહનો અને લોકોના પ્રતિબિંબ દેખાય છે. આ વીડિયો રોડ પર જઈ રહેલા ડ્રાઈવરે રેકોર્ડ કર્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં વીડિયોણે 22.3 મિલિયન લોકોએ જોયો(view) છે અને 78 હજાર લોકોએ તેને પસંદ(like) કર્યો છે.

mirror building
mirror building in saudi
maraya
twitter\Ismael K Xavier

ઇમારતની શું છે ખાસિયત ?

ઈમારતએ 9,740 કાચની પેનલોથી બનેલી છે, જે ઈમારતના 105,000 ચોરસ ફૂટને આવરી લે છે, એમ અરેબિયન બિઝનેસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ ઇમારતને આર્કિટેક્ચરલ મિરેકલ કહેવામાં આવે છે. મારાયાને કોન્સર્ટ હોલ, ઇવેન્ટની જગ્યા અને મનોરંજન સ્થળ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. કોન્સર્ટ હોલમાં 500 બેઠકો છે. આ ઊંચી ઈમારત ચાર માળની છે અને તેમાં મનોરંજનના સ્થળો, ઈવેન્ટ, કોન્ફરન્સ અને જમવાની સુવિધાઓ છે. મારાયા કોન્સર્ટ હોલ જેવો હોલ બીજે ક્યાંય નહીં મળે. આ કોન્સર્ટ હોલ 1777 ચોરસ મીટરનું ઓડિટોરિયમ છે, જ્યાં 500 મહેમાનો આરામથી બેસી શકે છે. વીઆઈપી બોક્સમાં 8 લોકો બેસી શકે છે અને ઉપસ્થિત લોકો પાસે તેમનો પોતાનો વ્યક્તિગત સહાયક હશે જે કાર્યક્રમ દરમિયાન મહેમાનોને સેવા આપે છે. આ કોન્સર્ટ હોલમાં એક રોયલ સ્યુટ પણ છે, જે રોયલ ફેમિલી માટે આરક્ષિત છે.

 

આ પણ જુઓ: RodBezના સ્થાપક દિલખુશે યુટ્યુબ પરથી કોડિંગ શીખી બનાવી કરોડોની કંપની

Back to top button