ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી-NCRમાં ભારે પવન સાથે વરસાદ, અનેક વૃક્ષો ધરાશાયી, હવાઈ સેવા ખોરવાઈ

Text To Speech

દિલ્હી-NCRમાં સોમવાર સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાય ગયા છે. સાથે જ વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદ પણ પડી રહ્યો છે. આ ઉપરાંત ભારે પવન પણ ફુંકાય રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. આવા વાતાવરણને કારણે દિલ્હીવાસીઓને ગરમીમાંથી ઘણી રાહત મળી છે, સાથે જ વાતાવરણ પણ ઘણું જ આહ્લાદક બની ગયું છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગે આગામી કલાકોમાં દિલ્હી-NCR અને આજુબાજુના વિસ્તારોમાં 50થી 90 કિલોમીટરની કલાકે ભારે પવન તેમજ ધૂળની ડમરીઓ ઊડશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમજ સામાન્યથી મધ્યમ તીવ્રતાવાળા વરસાદનું પણ અનુમાન વ્યક્ત કર્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં સોમવારે દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. 24 મેનાં રોજ આવું જ વાતાવરણ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરી છે, જેને કારણે યલો એલર્ટ જાહેર થયું છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે ગરમીથી રાહત મળી છે. તો તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં સોમવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. આ પહેલા રવિવારે મહત્તમ તાપમાન સામાન્યથી ઓછું 39.3 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમના 23.1 ડિગ્રી નોંધાયું હતું.

નોયડા-ગુરુગ્રામમાં કેવું રહેશે વાતાવરણ?
તો નોયડામાં સોમવાર અને મંગળવારે ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. નોયડામાં સોમવારે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27.4 ડિગ્રી સેલ્સિયસ રહેશે તેવી શક્યતા છે. ગુરુગ્રામની વાત કરવામાં આવે તો અહિં પણ આકાશમાં વાદળ છવાયેલા રહેશે તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવું વાતાવરણ મંગળવાર સુધી યથાવત રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીમાં સોમવારે દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે
Back to top button