Sweden Sex Championship 2023 : સ્વીડનમાં યોજાશે વિશ્વની પ્રથમ ‘સેક્સ’ ચેમ્પિયનશિપ! જાણો ક્યારે યોજાશે આ સ્પર્ધા?
વિશ્વમાં સેંકડો પ્રકારની રમતગમતની સ્પર્ધાઓ યોજાતી હોય છે, જેમાં રમતવીરો ભાગ લેતા હોય છે. ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, વોલીબોલ, હોકી, બેડમિન્ટન અને બેઝબોલ જેવી રમતો વિશે લગભગ દરેક જણ જાણે જ છે, પરંતુ સ્વીડને એક એવી રમતને દુનિયાની સામે મૂકવાની જાહેરાત કરી, જેના વિશે સાંભળીને તમે ચોંકી જશો.
- સ્વીડને ‘સેક્સ’ને રમત તરીકે આપી માન્યતા
- સ્વીડને ‘યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપ’નું કર્યુ આયોજન
- આ કારનામુ કરનાર સ્વીડન વિશ્વનો પ્રથમ દેશ બન્યો
- આ સ્પર્ધામાં કુલ 20 દેશોના લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
- આ ચેમ્પિયનશિપમાં શું છે ખાસ? વાંચો આ અહેવાલ
હકીકતમાં, સ્વીડન સેક્સને રમત તરીકે માન્યતા આપનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. જી હા, સ્વીડન દેશ ‘યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપ’ (Sweden Sex Championship 2023)નું આયોજન કરવા જઈ રહ્યો છે.
ક્યારે શરું થશે આ સ્પર્ધા?
એક રિપોર્ટ અનુસાર, સ્વીડને હાલમાં જ સેક્સને એક રમતના રુપમાં માન્યતા આપતું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મહત્વનું છે કે ‘યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપ’નું આયોજન આ મહિને 8 જૂનથી કરવામાં આવશે. આ રમતમાં ભાગ લેવા માટે કુલ 20 દેશોના લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ અનોખી સ્પર્ધા સ્વીડનના Gothenburgમાં યોજાશે.
આ પણ વાંચો: આ ઔષધિઓ વધારશે તમારો સેક્સ પાવર, વાંચો આ અહેવાલ
કેટલાય અઠવાડિયા સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપમાં સ્પર્ધકોએ દરરોજ 6 કલાક સુધી પ્રતિ સ્પર્ધા કરવાની રહેશે. ભાગ લેવાવાળા લોકો પાસે મેચ માટે તૈયાર થવા માટે 45 મિનિટનો સમય હશે. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
The first European Sex Championship will be held in Sweden in a year
Sweden was the first to register sex as a sport and decided to host a tournament. It will take place in Gothenburg on 8 June 2023. 20 representatives from different European countries will take part. The… pic.twitter.com/B41xXBAnis
— Paul Kikos ???? (@PKikos) May 29, 2023
શું છે આ ચેમ્પિયનશિપના નિયમો ?
યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપમાં કુલ 16 ઈવેન્ટ્સ થશે. જેમાં Seduction, ઓરલ સેક્સ, પેનિટ્રેશન, મસાજ, દેખાવ, મોસ્ટ એક્ટિવ કપલ જેવી વસ્તુઓનો સમાવેશ થશે. મહત્વનું છે કે, દરેક રમતમાં કોણ વિજેતા બનશે તેનો નિર્ણય જજ અને પ્રેક્ષકોના મત દ્વારા નક્કી કરવામાં આવશે. આ દરમિયાન 30 ટકા વોટ જજના હશે જ્યારે 70 ટકા વોટ ઓડિયન્સના હશે. બંનેના મતના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે.
સ્વીડિશ ફેડરેશન ઓફ સેક્સના પ્રમુખે કહ્યું આવું
આ આયોજનને લઈને સ્વીડિશ ફેડરેશન ઓફ સેક્સના પ્રમુખ ડ્રેગન બ્રેટિચે (Dragan Bratych) કહ્યુ હતું કે, ‘સેક્સને એક રમત તરીકે માન્યતા આપવાથી લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળશે. આ સિવાય સમાજમાં વર્જિત ગણાતા સેક્સ પ્રત્યે લોકોના વિચારોમાં ઉદારતા પણ આવશે.’
આ પણ વાંચો: આ મહિલાએ 12 કલાકમાં 919 પુરુષો સાથે કર્યું એવું કે ‘ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નામ દાખલ