ટ્રેન્ડિંગવર્લ્ડ

તુર્કી-સીરિયામાં મુશ્કેલી વચ્ચે ભારતના #OperationDost કામગીરીની વિશ્વ લઈ રહ્યું છે નોંધ !

Text To Speech

તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે તબાહીમાં મોતનો આંકડો 20 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે દિવસ-રાત રાહત અને બચાવનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે ભારતની NDRF ટીમ ઘણા સ્નિફર ડોગ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર રેસ્ક્યૂ અભિયાન ચલાવી રહી છે. ગુરુવારે NDRFએ 6 વર્ષની બાળકીને કાટમાળમાંથી બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો. જેનો વીડિયો ગૃહ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ તથા અમિત શાહે પણ શેર કર્યો છે.

આ પણ વાંચો : તુર્કી ભૂકંપ: ‘મિત્ર એ છે જે સમયસર કામ આવે’, તુર્કીના રાજદૂતે આભાર સાથે ભારતના કર્યા વખાણ

ભારતીય ગૃહ મંત્રાલયના સ્પોક્સપર્સને ‘ઓપરેશન દોસ્ત’ના હેશટેગ સાથે ટ્વીટ કર્યું, આ પ્રાકૃતિક આપત્તિમાં અમે તુર્કી સાથે ઊભા છીએ. અમારી NDRF ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર બચાવ અને રાહત અભિયાન ચલાવી રહી છે. જેમાં એક વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાળકીને ધાબળામાં લપેટાઈ છે. તેને એક ખાસ ડિવાઈસ સાથે મજબૂત સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. જ્યારે એક ડોક્ટર બાળકીની તપાસ કરી રહ્યા છે. પીળા હેલ્મેટમાં લોકો તે બાળકીને ધીમેથી સ્ટ્રેચર પર લઈ જાય છે.

ભારતીય ગૃહ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ તથા અમિત શાહે પણ શેર કર્યો છે. વીડિયોમાં કેપ્શન મુજબ તુર્કીયેમાં NDRDની ટીમ દ્વારા 6 વર્ષની બાળકીને એક ધરાશાયી થયેલી બિલ્ડીંગના કાટમાળમાંથી કાઢવામાં આવી. ટીમ તેને સુરક્ષિત બહાર કાઢવામાં સુરક્ષિત રહી. સોમવારે ત્રણ શક્તિશાળી ભૂકંપમાં તુર્કી અને સીરિયાના ઘણા શહેરો ખરાબ રીતે નાશ પામ્યા હતા. વિશ્વના ઘણા દેશોએ ત્યાં રાહત કાર્ય માટે મદદનો હાથ લંબાવ્યો છે.

આ સાથે તુર્કી અને સીરિયામાં ભારત તરફથી ‘ઓપરેશન દોસ્ત’ ચલાવ્યું છે. ‘ઓપરેશન દોસ્ત’ હેઠળ ભારતીય સૈનિકો તુર્કીના ખંડેરમાંથી પોતાના અને બીજાની આશાઓને કાઢી રહ્યા છે. તેઓ કાટમાળ નીચે દટાયેલા લોકોના જીવ બચાવવામાં લાગેલા છે. સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તુર્કીની એક મહિલા ભારતીય મહિલા સૈનિકને કિસ કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ‘બહાદુર છોકરી’: સીરિયાની છોકરીના વાયરલ વિડીયો પર દુનિયાભરમાં થઈ રહી છે પ્રશંસા

Back to top button