ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આ દુનિયા આજે પણ ‘ડબલ સ્ટાન્ડર્ડ’ની છે, ગ્લોબલ નોર્થના દંભ પર વિદેશ મંત્રીના આકરા પ્રહારો

Text To Speech
  • ગ્લોબલ નોર્થના દંભ પર વિદેશ મંત્રીએ નિશાન સાધ્યું, આ દુનિયા હજુ પણ ડબલ સ્ટાન્ડર્ડની છે- એસ. જયશંકર
  • પ્રભાવશાળી દેશો પરિવર્તન માટેનાં દબાણનો પણ કરી રહ્યા છે વિરોધ- એસ. જયશંકર

સંયુકત રાષ્ટ્રમાં ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર દ્વારા રવિવારે(24 સપ્ટેમ્બરે) ગ્લોબલ નોર્થનાં દંભ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. જેને લઈને વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, આ દુનિયા હજુ પણ દંભથી ભરેલી છે. પ્રભાવશાળી દેશો પરિવર્તન માટેના દબાણનો વિરોધ કરી રહ્યા છે. ઐતિહાસિક રીતે પ્રભુત્વ ધરાવતા દેશોએ તેમની ઘણી ક્ષમતાઓનો ઉપયોગ શસ્ત્રો તરીકે કર્યો છે.

સંયુકત રાષ્ટ્રમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે શું કહ્યું?

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાનિક મિશન, સંયુક્ત રાષ્ટ્ર ભારત અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી ‘ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે મને લાગે છે કે પરિવર્તનએ રાજકીય ઈચ્છાશક્તિને બદલે રાજકીય દબાણ છે. વધુમાં કહ્યું કે દુનિયામાં આ પ્રકારની ભાવનાઓ વધી રહી છે. ‘ગ્લોબલ સાઉથ’ આને એક રીતે પ્રતિબિંબિત કરે છે, પરંતુ તેની સામે રાજકીય વિરોધ પણ થઈ રહ્યો છે.

શું છે ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ નોર્થ?

“ગ્લોબલ સાઉથ” શબ્દનો ઉપયોગ એવા વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશો માટે કરવામાં આવે છે જે મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકામાં રહેલા છે. સમગ્ર વિશ્વમાં ભારતને ગ્લોબલ સાઉથના નેતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે “ગ્લોબલ નોર્થ” શબ્દનો ઉપયોગ વિકસિત રાષ્ટ્રો માટે કરવામાં આવે છે. જેમા મુખ્યત્વે ઉત્તર અમેરિકા અને યુરોપ, ઇઝરાયેલ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: દેશ કે મન કી બાત! એક ઑક્ટોબરે, એક સાથે, એક કલાક – સ્વચ્છાંજલિ

Back to top button