દુનિયા એક પરિવાર છે અને અમે દરેકને ‘આર્ય’ બનાવીશું : મોહન ભાગવત
- થાઈલેન્ડમાં RSSના વડા મોહન ભાગવત વિશ્વ હિન્દુ સંમેલનનું કર્યું ઉદ્ઘાટન
- નેતાઓ અને વિચારકો વિશ્વભરના હિંદુઓ દ્વારા સામનો કરવામાં આવતા પ્રશ્નો અંગે કરી ચર્ચા
બેંગકોક, 24 નવેમ્બર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવત દ્વારા શુક્રવારે થાઈલેન્ડમાં ત્રીજા વિશ્વ હિન્દુ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિચારકો, કાર્યકર્તાઓ અને નેતાઓ વિશ્વભરના હિંદુઓ દ્વારા સામનો કરવામાં આવતા પ્રશ્નો અને પડકારો અંગે ચર્ચા કરી હતી અને તેના ઉકેલોની શોધ કરવામાં આવી હતી. RSSના વડા મોહન ભાગવતે કાર્યક્રમને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “દુનિયા એક પરિવાર છે અને અમે દરેકને ‘આર્ય’ બનાવીશું”
ચાર વર્ષમાં એક વખત યોજાનારી આ પરિષદની ત્રીજી આવૃત્તિ માટે “जयस्य आयतनम धर्मः” (Jayasya Aayatanam Dharma:) સૂત્ર રાખવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે કે “ધર્મ, વિજયનું ધામ છે.” કોન્ફરન્સ હેઠળ, મૂલ્યો, સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને અભિવ્યક્ત કરવા માટે સાત સમાંતર પરિષદોનું પણ આયોજન કરવામાં આવ્યું.
RSSના વડા મોહન ભાગવતે સંમેલનમાં શું કહ્યું ?
બેંગકોકમાં ‘વિશ્વ હિન્દુ કોંગ્રેસ 2023’ને સંબોધન કરતાં RSSના વડા મોહન ભાગવતે જણાવ્યું કે, “દુનિયા એક પરિવાર છે અને અમે દરેકને ‘આર્ય’ બનાવીશું. લોકો ભૌતિક સુખના તમામ માધ્યમો પર કબજો મેળવવા માટે એકબીજા સાથે લડવા અને પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરે છે. જેનો અમને અનુભવ થયો છે…”
#WATCH थाईलैंड: बैंकॉक में ‘विश्व हिंदू कांग्रेस 2023’ को संबोधित करते हुए आरएसएस प्रमुख मोहन भागवत ने कहा, ” विश्व एक परिवार है और हम सभी को ‘आर्य’ बनाएंगे…भौतिक सुख के सभी साधनों पर कब्ज़ा पाने के लिए लोग एक-दूसरे से लड़ने और हावी होने की कोशिश करते हैं। हमने इसका अनुभव किया… pic.twitter.com/ny2cb5nqjj
— ANI_HindiNews (@AHindinews) November 24, 2023
ઈવેન્ટની આયોજક ટીમના સભ્ય સમીર પાંડાએ જણાવ્યું હતું કે, “આ કોન્ફરન્સમાં વિશ્વભરના હિંદુઓ સામેની તકો, પડકારો અને તેમની બહાદુરીનો કેવી રીતે ઉકેલ લાવી શકાય તેના પર ચર્ચા અને વિચાર-વિમર્શ કરવામાં આવ્યો છે. વધુમાં કહ્યું કે, વર્લ્ડ હિન્દુ કોંગ્રેસએ (WHC) તમામ હિંદુ નેતાઓ, કાર્યકર્તાઓ, વિચારકો અને પ્રભાવકોને એકસાથે આવવા અને એક સામાન્ય વિઝન તરફ કામ કરવા સક્ષમ બનાવે છે.
વિવિધ મહાનુભાવો કાર્યક્રમમાં લીધો ભાગ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના આ કાર્યક્રમમાં કેન્યા, ઓસ્ટ્રેલિયા, સુરીનામ, જર્મની, ન્યુઝીલેન્ડ અને થાઈલેન્ડ જેવા દેશોના રાજકીય અને વેપારી અગ્રણીઓ પણ ભાગ લીધો હતો. પ્રથમ WHC 2014માં દિલ્હીમાં અને 2018માં શિકાગોમાં યોજાઈ હતી.
આ પણ જાણો :રામ મંદિરના ઉદ્ઘાટનમાં નથી જઈ શકાય એમ? નિરાશ ન થાઓ, RSS ‘આખા દેશને અયોધ્યા’ બનાવશે