- બપોરે 2 વાગ્યાથી શરુ થશે વર્લ્ડકપની પ્રથમ મેચ
- ICC વર્લ્ડકપની પ્રથમ મેચને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ
- પોલીસનો સ્ટેડિયમની અંદર અને બહાર ચાંપતો બંદોબસ્ત
અમદાવાદમાં આજથી વર્લ્ડકપ 2023નો પ્રારંભ થયો છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે. બપોરે 2 વાગ્યાથી વર્લ્ડકપની પ્રથમ મેચ શરુ થશે. સચિન તેંડુલકર વૈશ્વિક એમ્બેસેડર જાહેર થયા છે. ત્યારે ICC વર્લ્ડકપની પ્રથમ મેચને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ છે.
આ પણ વાંચો: જાણો ગુજરાત રાજ્યમાંથી ચોમાસુ સંપૂર્ણ વિદાય ક્યારે લેશે
પોલીસનો સ્ટેડિયમની અંદર અને બહાર ચાંપતો બંદોબસ્ત
પોલીસનો સ્ટેડિયમની અંદર અને બહાર ચાંપતો બંદોબસ્ત છે. જેમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમાં 7 DCP, 11 SP, 25 PI, 68 PSI બંદોબસ્તમાં રહેશે. 1631 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે. તથા વર્લ્ડ કપ મેચોને લઈ મેટ્રોના સમયમાં વધારો કરાયો. તથા મેચના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો સેવા ચાલુ રહેશે. રાત્રે 10 વાગ્યાથી માત્ર નિકાસ સુવિધા જ ચાલુ રહેશે. તથા 15 જેટલા પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. ટુ વ્હીલર માટે 4 અને ફોર વ્હીલર માટે 11 પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો થયા
આ વખતે ટુર્નામેન્ટમાં ઘણા ફેરફારો થયા છે. સૌથી ખાસ વાત એ છે કે પહેલી વાર સંપૂર્ણ વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાશે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે ચેન્નઈથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના મિશનની શરૂઆત કરશે. આ વર્ષના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે થશે. ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નઈમાં પ્રથમ મેચ રમ્યા બાદ ભારતીય ટીમ સીધી દિલ્હી જવા રવાના થશે. જ્યાં તેને 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે. આ પછી સૌથી મોટી મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
જાણો ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપનું ટાઈમ ટેબલ:
8-ઓક્ટોબરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા, ચેન્નઇ, બપોરે બે વાગ્યે
11-ઓક્ટોબરઃ ભારત અને અફઘાનિસ્તાન, દિલ્હી, બપોરે બે વાગ્યે
14-ઓક્ટોબરઃ ભારત અને પાકિસ્તાન, અમદાવાદ, બપોરે બે વાગ્યે
19-ઓક્ટોબરઃ ભારત અને બાંગ્લાદેશ, પૂણે, બપોરે બે વાગ્યે
22-ઓક્ટોબરઃ ભારત અને ન્યૂઝિલેન્ડ, ધર્મશાલા, બપોરે બે વાગ્યે
29-ઓક્ટોબરઃ ભારત અને ઇગ્લેન્ડ, લખનઉ, બપોરે બે વાગ્યે
2- નવેમ્બરઃ ભારત અને શ્રીલંકા, મુંબઇ, બપોરે બે વાગ્યે
5-નવેમ્બરઃ ભારત અને સાઉથ આફ્રિકા, કોલકત્તા, બપોરે બે વાગ્યે
12-નવેમ્બરઃ ભારત અને નેધરલેન્ડ, બેંગલુરુ, બપોરે બે વાગ્યે