ગુજરાતમાં બનતા આ બ્રિજનું કામ બિહારમાં જે પુલ તૂટ્યો તેનું નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર પાસે છે !!
- ઓખા-બેટ વચ્ચેના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન સાતમ આઠમના તહેવારમાં થાય તેવી શકયતા
- ભાગલપુર બ્રિજની ઘટના બાદ આ બ્રિજની ક્વોલીટી અંગે સરકાર કોઈ પગલાઓ લેશે ?
- ગંગા નદી ઉપરનો પુલ રૂ.1700 કરોડમાં બનાવવામાં આવતો હતો
બિહારમાં ગંગા નદી પર ભાગલપુર માં અગુવાની-સુલતાનગંજ વચ્ચે આશરે 1700 કરોડ રૂપિયાનાં ખર્ચે નિર્માણાધીન થઇ રહેલા બ્રીજનો 100 ફૂટ જેટલો ભાગ ગઈકાલે ધારાશાઈ થઇ જતા બિહારનું રાજકારણ ગરમાયું છે ત્યારે તે અંગેનાં સમાચાર બહાર આવતા તેના પડઘા અહીં યાત્રિકો અને પ્રજામાં પડી રહ્યા હોય તેમ અહીં પણ આજ પ્રકારની ડીઝાઈન ધરાવતો ઓખા-બેટ દ્વારકાને જોડતો નિર્માણાધીન થઇ રહેલ બ્રીજ ‘સિગ્નેચર બ્રીજ’ની કામગીરી સામે પ્રશ્નો ઉભા થવા લાગ્યા હોવાનું ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે.
અગાઉ પણ આ જ બ્રિજના પિલર તૂટ્યા હતા
જે અંગે બહાર આવેલ વિગત મુજબ બિહારની નિર્માણાધીન થઇ રહેલા બ્રીજ ની ધરાશાયી થવાની ઘટના માટે નું પ્રાથમિક દ્રષ્ટિ એ દેખાતું કારણ હોય તો તેનાં નિર્માણમાં વપરાતા માલ સામાનની ગુણવતા અને તેની ચકાશણી પરત્વેની તંત્રની બેદરકારી હોવાનો ગંભીર આક્ષેપ કરતા પરબાતાનાં ધારાસભ્ય ડો.સંજીવકુમારે જણાવેલ છે કે આ કામની કોન્ટ્રેકટર કંપની એસ.પી.સિંગલા આ કામ ક્વોલીટી પૂર્ણ કરેલ નથી હકીકતમાં આ બિહારનાં મુખ્યમંત્રી નીતીશકુમારનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. વધુમાં જણાવાતા તેમણે જણાવેલ કે અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રીજ ગત અગાઉ પણ ભારે પવનના કારણે તેના 36 પિલર પણ તૂટી ગયેલ અને તે ધારાશાયી થઇ ગયેલા અને ફરી પણ તેજ ઘટનાનું પુનઃનિર્માણ થયું છે. જેમાં પ્રાથમિક દ્રષ્ટિ એ કોઈપણ જવાબદાર હોય તો તે ફક્ત અને ફક્ત તેનું બાંધકામ કરતી કોન્ટ્રેકટર કંપની એસ.પી.સિંગલા દ્વારા આ કામ ક્વોલીટી પૂર્ણ કરેલ નથી.
ઓખાનો બ્રિજ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ
ત્યારે ઉપરોક્ત ઘટના ને જોડાતા યાત્રિકો અને સ્થાનિકો દ્વારા ટોક ઓફ ધ ટાઉન બનેલ આ વિષયને સાંકળતા અહીં ઓખા-બેટ દ્વારકા વચ્ચે બની રહેલા રાજયના એક સમયના મુખ્યમંત્રી અને હાલનાં દેશના વડા પ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ જેવા ‘સિગ્નેચર બ્રીજ’ને સાંકળતા જાહેર માં ચર્ચાઈ રહ્યું છે કે બિહાર માં આ બ્રીજ બનાવનાર કંપની એસ,પી,સિંગલા નામની કંપની પણ અહીં આજ પ્રકાર નો આ સિગ્નેચર બ્રીજ બનાવાનું કામ કરી રહેલ છે ત્યારે હવે તેની ગુણવતા પરત્વે કોઈપણ બેદરકારી ભવિષ્ય માં આજ પ્રકાર ની ઘટના અહીં નિર્માણ કરનારી બની રહે ત્યારે નવાઈ પામાવા જેવું કઈ નહિ રહે કે તે પરત્વે કોઈ કાયદાકીય કાર્યવાહી પણ કરી શકાય તેવી શકયતા નહીવત જણાય છે કારણ કે આ રાજય નાં એક માત્ર આ પ્રકાર નાં કેબલ બ્રીજ ને બનાવવા માટે કેન્દ્રીય કામ્પ્રલટોર જનરલ (કેગ) નાં હમણા વિધાનસભામાં રજુ કરાયેલા અહેવાલ મુજબ અત્યારે આ અંગે કોઈ પર્યાવરણીય મંજુરી જ લેવામાં આવેલ નથી અને તેનું 90% જેટલું કામ પૂર્ણ પણ થઇ ગયેલ છે.