ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેની કામગીરી કાચબા ગતિથી આગળ વઘી

  • છેલ્લે ડેડલાઇન વધારીને 30 જૂન-2023 કરવામાં આવી હતી
  • 2 વર્ષમાં પૂર્ણ થનાર પ્રોજેક્ટ આજે સાડા પાંચ વર્ષે પણ પૂર્ણ થયો નથી
  • સરકારે વધારેલી 30 જૂન સુધીની સમયમર્યાદા પણ પૂર્ણ, હવે પેનલ્ટી લેવાશે કે કેમ

ગુજરાત સરકારના સીધા મોનિટરિંગ બાદ પણ કાચબા ગતિથી સિક્સ લેન હાઇવેનું કામ ચાલી રહ્યું છે. જેમાં કુવાડવા પાસેના ઓવરબ્રિજના કામમાંથી મુક્તિ આપવા કોન્ટ્રાક્ટરની માગણી છે. તથા રાજ્ય સરકારે વધારેલી 30 જૂન સુધીની સમયમર્યાદા પણ પૂર્ણ, હવે પેનલ્ટી લાગશે?

આ પણ વાંચો: મહિલાએ મહેસાણામાં ભૂરા કલરના બાળકને જન્મ આપતાં સૌ કોઈ ચોંકી ગયા

રાજ્ય સરકાર જાગી છે અને કામગીરીનું મોનિટરિંગ શરૂ કર્યું

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ ન થતા અને ઉહાપોહ થતા હવે રાજ્ય સરકાર જાગી છે અને કામગીરીનું મોનિટરિંગ શરૂ કર્યું છે ત્યારે હજુપણ સિકસ લેન હાઇવેની કામગીરી કાચબા ગતિએ ચાલી રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે. જાન્યુઆરી 2020માં પૂર્ણ થનાર આ પ્રોજેક્ટની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ ન થતા તેની છેલ્લે ડેડલાઇન વધારીને 30 જૂન-2023 કરવામાં આવી હતી જે પણ પૂર્ણ થઇ જતા હવે કોન્ટ્રાક્ટરોએ વધુ 6 માસની સમય મર્યાદા વધારો માંગ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં ચોમાસાથી રોગચાળો વકર્યો, હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો

હવે પેનલ્ટી લગાવવામાં આવશે તેવો સવાલ ઉઠયો

હજુપણ 31 ડિસેમ્બર સુધીમાં આ નેશનલ હાઇવે સિક્સલેનનો બનાવવાની કામગીરી પૂર્ણ થાય તેવી સંભાવના ખૂબ જ ઓછી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ત્યારે બીજીબાજુ વધુ એક પ્રશ્ન ઉભો થયો છે અને કુવાડવા પાસેના ઓવરબ્રિજના કામમાંથી મુક્તિ આપવા કોન્ટ્રાક્ટરે લેખિત માગણી કરતા ગાંધીનગર ખાતે તેમની માગણી પહોંચાડાઇ છે. તેમજ કોન્ટ્રાક્ટરને અગાઉ પેનલ્ટીમાંથી મુક્તિ આપનાર રાજ્ય સરકાર દ્વારા અપાયેલી બીજી ડેડલાઇન પર પૂર્ણ થઇ જતા હવે પેનલ્ટી લગાવવામાં આવશે તેવો સવાલ ઉઠયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં લોકોની જીવનશૈલી બદલાઇ, મોંઘા ઘરની ખરીદી વધી

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેની કામગીરી કુલ પાંચ પેકેજમાં શરૂ કરવામાં આવી હતી

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવેની કામગીરી કુલ પાંચ પેકેજમાં શરૂ કરવામાં આવી હતી અને જાન્યુઆરી-2018માં તેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કામગીરી કુલ પાંચ પેકેજમાં વહેંચવામાં આવી હતી. જેમાં પેકેજ-1 અમદાવાદથી બગોદરા, પેકેજ-2 બગોદરાથી લીંબડી, પેકેજ-3 લીંબડીથી સાયલા, પેકેજ-4 સાયલાથી બામણબોર અને પેકેજ-5 બામણબોરથી રાજકોટનો સમાવેશ થાય છે. જેમાંથી પેકેજ-3,4 અને 5ની કામગીરી રાજકોટ ડિવિઝન હેઠળ થાય છે. જેમાંથી પેકેજ-3 અને 4ની કચેરી લીંબડી ખાતે બેસે છે.

2 વર્ષમાં પૂર્ણ થનાર પ્રોજેક્ટ આજે સાડા પાંચ વર્ષે પણ પૂર્ણ થયો નથી

ફોરેસ્ટ કલીયરન્સ, જમીન સંપાદન, યુટીલીટી શિફટિંગ, કોવિડ-19 સહિતના કારણોસર 2 વર્ષમાં પૂર્ણ થનાર પ્રોજેક્ટ આજે સાડા પાંચ વર્ષે પણ પૂર્ણ થયો નથી. ત્યારે વિધાનસભા ચૂંટણી પૂર્વે એજન્સીઓને એક્ઝીક્યુટીવી એન્જિનિયરે ટર્મિનેશનની નોટિસ પણ ફટકારી હતી પરંતુ રાજ્ય સરકારે કામની મુદ્દત 30 જૂન-2023 સુધી લંબાવી દઇ એક્ઝીકયુટીવ એન્જિનિયરની નોટિસને ઉડાડી દીધી હતી. હાલમાં રાજકોટ-બામણબોર વચ્ચેનું કુલ 30.5 કિ.મી.નું ફિઝિકલ કામ 60 ટકા પૂર્ણ થઇ ગયું છે અને હાલમાં 7.50 કિ.મી. જેટલુ કામ બાકી છે.

Back to top button