ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂની સહી થતાં મહિલા અનામત ખરડો બન્યો કાયદો

  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ મહિલા અનામત વિધેયકને આપી મંજૂરી
  • મહિલાઓને લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં મળશે 33% અનામત
  • વસ્તી-ગણતરી અને સીમાંકન બાદ કાયદો બનશે અમલી

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ શુક્રવારે(29 સપ્ટેમ્બરે) મહિલા અનામત બિલ એટલે કે નારી શક્તિ વંદન અધિનયમને મંજૂરી આપી દીધી છે. જેથી રાષ્ટ્રપતિની મંજૂરીથી હવે તે કાયદો બની ગયો છે. સંસદના તાજેતરમાં પૂરા થયેલા વિશેષ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. ખરડા પર ચર્ચા કર્યા બાદ 20 સપ્ટેમ્બરે લોકસભા અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભાએ પાસ કર્યું હતું. ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે મોકલવામાં આવ્યુ હતું. બિલમાં મહિલાઓને લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ છે. જ્યારે સંસદ દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે તે જાતિય ન્યાય માટે આપણા સમયની સૌથી પરિવર્તનકારી ક્રાંતિ હશે.

કાયદો બની ગયો, હવે શું થશે?

મહિલા અનામત બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજુરી મળી ગઈ છે, પરંતુ હજુ મહીલોઓને તેનો હક્ક મળવામાં ઘણી સમસ્યાઓ છે. વાસ્તવમાં, આ બિલ કાયદો બનવા અને તેના દ્વારા વાસ્તવિક લાભાર્થીઓને તેમના અધિકારો મળવા વચ્ચે ઘણા તબક્કા છે. જેમાંનો સૌપ્રથમ તો એક કાયદો બનાવવો જરૂરી હતો.

  1. કાયદો બન્યા પછી, આગામી અને મહત્વપૂર્ણ પગલું એ છે કે તેને રાજ્યો દ્વારા પણ મંજૂરી મળે. કલમ 368 હેઠળ, જો કેન્દ્રના કોઈપણ કાયદાથી રાજ્યોના અધિકારો પર કોઈ અસર થાય છે, તો કાયદો બનાવવા માટે ઓછામાં ઓછી 50% એસેમ્બલીની મંજૂરી લેવી પડશે. એટલે કે ઓછામાં ઓછા 14 રાજ્યોની એસેમ્બલી તેને પસાર કરશે ત્યારે જ સમગ્ર દેશમાં કાયદો લાગુ થશે.
  2. જો આ બિલ કાયદો બનશે તો પણ તે વસ્તી ગણતરી બાદ જ અમલમાં આવશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કોવિડને કારણે 2021ની વસ્તી ગણતરી થઈ શકી નથી. 2024ની લોકસભા ચૂંટણી બાદ વસ્તી ગણતરીનું કામ શરૂ થશે.
  3. છેલ્લું અને સૌથી મહત્વપૂર્ણ પગલું એટલે સીમાંકન. વસ્તી ગણતરી બાદ લોકસભા અને વિધાનસભા સીટોનું સીમાંકન થશે. બંધારણ હેઠળ 2026 સુધી સીમાંકન પર પ્રતિબંધ છે. પરંતુ તે પછી સીમાંકન કરી શકાય છે..

હવે આ ત્રણ તબક્કાઓમાંથી પસાર થયાં બાદ મહિલા અનામત વિધેયક બનશે અમલી

આ પણ જુઓ: ભાજપ સાંસદ મેનકા ગાંધીને 100 કરોડના માનહાની કેસની નોટિસ

Back to top button