હોલિવૂડ ડેસ્કઃ એક તરફ દરેક જગ્યાએ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022’ની ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ સેલિબ્રિટીઝના એકથી એક ચડિયાતા ફોટા વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે એક વિચિત્ર ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં અચાનક એક મહિલા ફોટોગ્રાફર્સની સામે આવી ગઈ હતી. તે જોરજોરથી ચીસો પાડતી હતી અને ઘૂંટણીયે બેસીને તેણે બધા કપડાં કાઢી નાંખ્યા હતા. તેણે પોતાના શરીર પર યુક્રેનિયન ધ્વજના રંગો લગાવ્યા હતા અને તેના પર ‘અમારી પર બળાત્કાર કરવાનું બંધ કરો’ તેવું લખેલું હતું. આ વીડિયો ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક લોકો આઘાતમાં છે.
શુક્રવારના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલી રહેલી મહિલાનું શરીર યુક્રેનિયન ધ્વજના રંગોમાં રંગાયેલું હતું ‘સ્ટોપ રેપિંગ અસ’ લખેલું હતું. વીડિયોમાં લાલ અંડરવેરમાં સજ્જ, વિરોધ કરનાર ચીસો પાડતો જોવા મળે છે અને સુરક્ષાકર્મીઓ તેને રોકે તે પહેલાં ફોટોગ્રાફરોએ તેને કેમેરામાં કેદ કરી લીધી હતી.
બળાત્કારના બહુવિધ અહેવાલો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, ગયા મહિને રશિયન સૈનિકોના કબજામાં રહેલા સ્થળોએ સેંકડો બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. જેમાં નાના બાળકોના જાતીય હુમલાનો સમાવેશ થાય છે.
અભિનેતા ઝેલેન્સકીએ મંગળવારે કાન્સ ફેસ્ટિવલમાં તેમના દેશને મદદ કરવા માટે એક વીડિયો અપીલ શરૂ કરી. રુસો-યુક્રેન યુદ્ધ પહેલેથી જ એક તાકીદનો મુદ્દો છે. યુક્રેનિયન ફિલ્મમેકર્સને શનિવારે એક ખાસ દિવસ મળશે. તેના સૌથી આશાસ્પદ દિગ્દર્શકોમાંના એક, સર્ગેઈ લોઝનીત્સા, બીજા વિશ્વયુદ્ધમાં જર્મન શહેરો પર બોમ્બ ધડાકા વિશેની ફિલ્મ દર્શાવશે.