મહિલાએ પોતાના જ બાળકોને 23મા માળે બારી બહાર AC પર બેસાડી દિધા! જૂઓ વીડિયો
- પાડોશીઓએ બાળકોના રડવાનો અને ચીસો પાડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ તેમના ઘરની બહાર દોડી આવ્યા
બેઇજિંગ, 19 ઓક્ટોબર: મધ્ય ચીનમાં પતિ સાથે ઝઘડા બાદ એક મહિલાએ તેના બે નાના બાળકોને હેરાન કરવા માટે 23મા માળના એપાર્ટમેન્ટની બહાર એર કંડિશનર પર બેસાડી દીધા હતા. આ ઘટના 10મી ઓક્ટોબરે બની હતી. હેનાન પ્રાંતના લુઓયાંગમાં જ્યારે પાડોશીઓએ બાળકોના રડવાનો અને ચીસો પાડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ તેમના ઘરની બહાર દોડી આવ્યા હતા. તેમાંથી કેટલાકે ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કરી દીધો હતો. બાળકોએ સેફ્ટી ગિયર પણ પહેર્યા ન હતા. આ દરમિયાન મહિલા તેના પતિને બાળકોની નજીક જવા દેતી ન હતી.
જૂઓ આ વીડિયો
10月10日(发布时间),河南洛阳,一网友称对面楼夫妻一大早吵架,妻子把两个孩子放在23楼空调外机上和丈夫较劲,死活不让孩子进去,孩子吓得大哭。这样的人就不配当父母。 pic.twitter.com/dlpkpHDPBp
— Jacobson🌎🌸贴贴BOT (@jakobsonradical) October 11, 2024
બાળકોની હાલત ખરાબ
છોકરી રડી રહી હતી, જ્યારે તેનો ભાઈ શાંતિથી બેઠો હતો. જોકે, આ દંપતી વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના અંગે નજીકના રહેવાસીએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી બાળકોને બચાવી લીધા હતા. સ્થાનિક મહિલા અને ચિલ્ડ્રન એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે, તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. પોલીસ આ મામલે પણ તપાસ કરી રહી છે. જો કે મહિલાને સજા થશે કે નહીં તે સ્પષ્ટ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેને 55 મિલિયન લોકોએ જોયો હતો.
લોકોએ આ વીડિયો પર શું પ્રતિક્રિયા આપી