ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

મહિલાએ બેંકમાં પૈસા જમા કરાવવા માટે ફોર્મ તો ભર્યું, પરંતુ લખ્યું કંઈક એવું કે હસવું નહીં રોકી શકો, જૂઓ અહીં

Text To Speech
  • સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક વાયરલ થતું રહે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેને જોઈને તમે હસવા પર મજબૂર થઈ જશો

HD ન્યૂઝ ડેસ્ક, 29 જૂન: સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ જ રસપ્રદ છે. અહીં આખો દિવસ રમુજી પોસ્ટ અને વીડિયો વાયરલ થતા રહે છે. જો તમે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છો, તો તમે સારી રીતે જાણતા હશો કે સોશિયલ મીડિયા પર આખો દિવસ કંઈક ને કંઈક વાયરલ થતું રહે છે. હાલમાં એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ફોર્મ બતાવવામાં આવી રહ્યું છે જે બેંકમાં પૈસા જમા કરાવવા માટે ભરવામાં આવ્યું છે. પરંતુ તેમાં કંઈક એવું લખેલું છે જે વાંચીને તમને હસવું આવશે. તો ચાલો તમને વાયરલ પોસ્ટ વિશે જણાવીએ.

વાયરલ પોસ્ટમાં શું જોવા મળ્યું?

હવે બેંકનું મોટા ભાગનું કામ ઘરે બેસીને થાય છે. લોકો તેમના તમામ કામ નેટ બેંકિંગ દ્વારા કરે છે. પરંતુ અમુક સમયે તમે પણ પૈસા જમા કરાવવા બેંકમાં ગયા જ હશો. બેંકમાં પૈસા જમા કરવા માટે દરેકે એક ફોર્મ ભરવાનું હોય છે. જેમાં તારીખ, નામ, એકાઉન્ટ નંબર સાથે પૈસા વિશે માહિતી આપવાની હોય છે. અત્યારે એ જ ડિપોઝીટ સ્લિપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્લિપમાં તમામ વિગતો યોગ્ય રીતે ભરેલી છે પરંતુ રકમ (રાશિ) ના સ્લોટમાં જ્યાં પૈસાની સંખ્યા લખવાની હોય છે, ત્યાં મહિલાએ પોતાની રાશિ (તુલા) લખી છે. આ કારણે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

 

View this post on Instagram

 

A post shared by Prem Yadav (@smartprem19)

આ પોસ્ટને ઈન્સ્ટાગ્રામ પર smartprem19 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. વીડિયો જોયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. મોટાભાગના લોકોએ મહિલાની રાશિ વિશે ટિપ્પણી કરી છે. એક યુઝરે લખ્યું- સંગીતાની શનિ રાશિ આવે તુલા નહીં. અન્ય યુઝરે લખ્યું- અરે સંગીતાની રાશિ તો કુંભ હશે. ત્રીજા યૂઝરે લખ્યું- આ ખોટું છે, સંગીતાની રાશિ કુંભ હશે. ત્યારે અનેક યુઝર્સે હસતા ઇમોજી શેર કર્યા છે.

આ પણ વાંચો: સોનુ નિગમે આશા ભોંસલેના પગ ધોયા, વીડિયો જોયા બાદ લોકોએ કહ્યું: દિલ જીતી લીધું!

Back to top button