મહિલાએ રીંછને ગળે લગાવીને કર્યો ફોટોશૂટ, બંને વચ્ચેનો પ્રેમ જોઈને લોકોએ કહ્યું- અમને પણ આવા મિત્ર જોઈએ
HD ન્યૂઝ ડેસ્ક, 31 ઓગસ્ટ, ઈન્ટરનેટ પર દરરોજ મસ્તી અને તોફાનનાં અનેક વીડિયો સામે આવતા રહે છે, જે ક્ષણભરમાં વાયરલ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક નવો વીડિયો એક મહિલાને એક વિશાળ રીંછ સાથે પ્રેમથી ગળે લગાવતી જોવા મળે છે, જેણે ઇન્ટરનેટને હેરાન અને પરેશાન કરી દીધો છે. @treshdevochka નામના યુઝર દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વિડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને વિશ્વભરના દર્શકોની અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે.
View this post on Instagram
શું છે વિડિયોમાં ?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી વસ્તુ વાયરલ થતી રહે છે. અને યુઝર્સ વીડિયો જોઈને પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપે છે. ત્યારે હાલમાં પણ એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા એક વિશાળ રીંછને ગળે લગાવતી જોવા મળી રહી છે. બંને એકબીજાને ખૂબ જ પ્રેમથી ગળે લગાવી રહ્યાં છે. મહિલાનો શાંત વર્તન અને રીંછનું સૌમ્ય વર્તન જોવામાં થોડું પ્રેમાણ લાગી શકે છે પણ આ વિડીયો જોઈને ઘણા પ્રશ્નો પણ ઊભા કરી શકે છે અને ખલેલ પહોંચાડે છે, પરંતુ વન્યજીવો સાથેની આ પ્રકારની નિકટતા સલામતી અને નીતિશાસ્ત્ર પર પ્રશ્નો ઉભા કરે છે. વિડિયોમાં બંને એકબીજાને ખૂબ જ મિત્રના અંદાજમાં મળતા દેખાય હતા.
યુજર્સે આપી અલગ અલગ પ્રતિક્રિયા
આ વીડિયો જોયા પછી એક યુઝરે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે આ થોડો ડરામણો છે, પરંતુ ખૂબ જ આશ્ચર્યજનક છે. આ રીંછ આટલું શાંત કેવી રીતે છે? આ પ્રકૃતિ અદ્ભુત અને અણધારી છે. અન્ય એક યુઝરે લખ્યું કે હું જે જોઈ રહ્યો છું તે હું વિશ્વાસ કરી શકતો નથી. આ રીંછ ખૂબ નરમ અને સરસ લાગે છે. અન્ય એક યુઝરે આ બંનેના વખાણ કર્યા અને કહ્યું કે આ વીડિયો અદ્દભૂત છે. તેમની વચ્ચેનો વિશ્વાસ એક બંધન છે, પરંતુ શું તે બંને માટે સલામત છે?
આ પણ વાંચો..મહિલાના મુખે રામધૂન સાંભળી ઝૂમી ઉઠ્યા કપિરાજઃ જૂઓ વીડિયો