ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

મહિલાએ સ્વિગીને ડિલિવરી બોયની ફરિયાદ કરી, સંતોષકારક જવાબ ન મળતાં ઉઠાવ્યું આ પગલું

  • મહિલા સાથે ડિલિવરી બોયે કર્યું ગેરવર્તન
  • મહિલાએ સ્વિગીને કરી X પર ફરિયાદ

HD ન્યૂઝ ડેસ્ક, 8 ફેબ્રુઆરી: દેશમાં વધતી જતી ટેકનોલોજી લોકોના જીવનને સરળ બનાવવામાં મદદ કરે છે. પહેલા લોકો પાસે ઘરે બેઠા બહારનું ખાવાનું કે અન્ય સામાન મંગાવવાનો કોઈ વિકલ્પ નહોતો. પરંતુ સમય જતાં ટેકનોલોજીમાં વધારો થયો છે અને અત્યારે અનેક એવી એપ્સ બની ગઈ છે કે લોકો તેમાંથી ઘરે બેઠા બેઠા જમવાનું, નાસ્તો કે પછી કોઈ પણ વસ્તુઓ મંગાવી રહ્યા છીએ અને તેમનો ડિલિવરી બોય સામાન આપણા ઘરે પહોંચાડે છે. આ ટેકનોલોજીનો વપરાશ કરતા લોકોને કેટલીવાર કડવા અનુભવ પણ થઈ રહ્યા છે. કારણ કે કેટલાક ડિલિવરી બોય ગ્રાહકો સાથે ખરાબ વર્તન કરતા જોવા મળે છે. જેના અનેક કિસ્સાઓ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. એવો જ એક કિસ્સો એક મહિલાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ડિલિવરી બોયએ મહિલા સાથે ગેરવર્તન કર્યું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર નેહા નામની મહિલાએ તેના એકાઉન્ટ @Neha_ns9999 પરથી પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં સ્વિગીને ટેગ કરતાં તેણીએ લખ્યું છે કે, ‘મેં સ્વિગીમાંથી કેટલીક વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો જે મને મળ્યો નહોતો. તમારો ડિલિવરી બોય સામાન પહોંચાડવાની ના પાડી રહ્યો છે અને કહી રહ્યો છે કે, ‘મારી પાસે ટાઈમ નથી, તમારે જે કરવું હોય એ કરી લો, હું ઓર્ડર આપવા નહીં આવું.’

મહિલાને રિફંડ કેવી રીતે મેળવ્યું?

મહિલાએ અન્ય એક ટ્વિટ કરીને જણાવ્યું કે કેવી રીતે તેને રિફંડ મળ્યું. મહિલાએ કહ્યું કે પહેલાં Swiggy ચેટબોક્સમાં જવાબ નતા આપતા, પછી મહિલાએ આ ઘટના ટ્વિટર પર પોસ્ટ કરી ત્યાર બાદ સ્વિગીએ મહિલાને જવાબ આપ્યો, મહિલાએ કહ્યું કે તમે મને રિફંડ નહીં આપો તો હું ફરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીશ. ત્યાર બાદ સ્વિગીએ મહિલાને તેની રિફંડ રકમ પરત કરી.

સ્વિગીએ આપ્યો જવાબ

સ્વિગીએ આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં એક ટ્વિટ પણ કર્યું છે. સ્વિગીએ પોતાના ટ્વીટમાં લખ્યું, ‘નેહા, આશા છે કે ટીમે ફોન પર આ સમસ્યાનું સમાધાન કરી લીધું છે. જો તમને અમારી કોઈ વસ્તુની જરૂર હોય, તો અમે હાજર છીએ.’

આ પણ વાંચો: પેટીએમના નામે કૌભાંડ: ઠગ ટોળકીઓ અનેક પ્રકારની ટ્રિકથી કરી રહ્યા છે છેતરપિંડી

Back to top button