ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

સાંસદ કંગના રણૌતને થપ્પડ મારનાર CISF મહિલા જવાન સસ્પેન્ડ કરાઈ

Text To Speech

ચંડીગઢ, 6 જૂન : હિમાચલ પ્રદેશની મંડી બેઠક પર તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી જીતનાર કંગના રણૌત સાથે ગંભીર ઘટના બની છે. ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગનાને ચંડીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફની મહિલા જવાને થપ્પડ માર્યો હોવાની ઘટના બની છે. આ મામલે કંગનાએ ફરિયાદ નોંધાવી છે.

નવનિયુક્ત સાંસદે નોંધાવી ફરિયાદ

કંગનાની ફરિયાદ મુજબ તેઓ દિલ્હી જવા માટે ચંડીગઢ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં તેઓ સિક્યોરિટી ચેક ઈન બાદ બોર્ડિંગ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એલસીટી કુલવિંદર કૌરે (CISF યુનિટ, ચંડીગઢ એરપોર્ટ) તેમનો થપ્પડ મારી, ત્યારબાદ કંગના રણૌત સાથે પ્રવાસ કરી રહેલા એક વ્યક્તિ મયંક મધુરે કુલવિન્દરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આરોપી સીઆઈએસએફની મહિલા જવાન કસ્ટડીમાં છે. આ ઉપરાંત તેને સસ્પેન્ડ પણ કરી દેવાઈ છે.

દિલ્હી પહોંચી કંગના રણૌત

હાલ કંગના રણૌત દિલ્હી પહોંચી ગઈ છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સીઆઈએસએફના મહાનિર્દેશક નીના સિંહને ઘટના અંગે માહિતી આપી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ચંડીગઢ એરપોર્ટ પર કર્ટનર એરિયામાં કૉન્સ્ટેબલ કુલવિંદર કૌરે મારી સાથે બોલાચાલી કરી અને મને થપ્પડ મારી. હાલ કુલવિંદરને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સીઆઈએસએફ દ્વારા CCTV ફુટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Back to top button