નેશનલ

સંસદનું શિયાળુ સત્ર 7મી ડિસેમ્બરથી થશે શરૂ, સરકાર 16 નવા બિલ કરશે રજૂ

Text To Speech

દેશની સંસદમાં 7મી ડિસેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આ સત્રમાં સરકાર 16 નવા બિલ રજૂ કરી શકે છે. આમાં બહુ-રાજય સહકારી મંડળીઓમાં જવાબદારી વધારવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા સંબંધિત બિલો સમેલ છે. આગામી સત્રમાં નેશનલ ડેન્ટલ કમિશન બિલ પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલમાં નેશનલ ડેન્ટલ કમિશનની સ્થાપના કરવાની અને ડેન્ટિસ્ટ એક્ટ, 1948ને રદ કરવાનો પ્રસ્તાવ છે. આ સાથે જ નેશનલ નર્સિંગ કમિશન સંબંધિત બિલ પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આમાં, નેશનલ નર્સિંગ કમિશનની સ્થાપના કરવાનો અને ભારતીય નર્સિંગ કાઉન્સિલ એક્ટ, 1947ને રદ કરવાનો પ્રસ્તાવ છે.

સરકારનો હેતુ સહકારી સંસ્થાઓમાં શાસનને મજબૂત કરવાનો

ગુરુવારે જાહેર કરાયેલા લોકસભા બુલેટિન પ્રમાણે બહુ-રાજય સહકારી મંડળીઓ બિલ, 2022 સહકારી સંસ્થાઓમાં શાસનને મજબૂત બનાવવા, પારદર્શિતા અને જવાબદારી વધારવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે. આ સત્ર દરમિયાન Cantonment Bill, 2022(a)અને draft રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વિધેયકના ઉદ્દેશ્યોમાં છાવણીઓમાં ‘જીવવાની સરળતા’ વધારવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. આ દરમિયાન રજુ કરવામાં આવનાર બિલોની યાદીમાં જૂના ગ્રાન્ટ (રેગ્યુલેશન) બિલ, ફોરેસ્ટ (સંરક્ષણ) સુધારા બિલ, કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટી (સુધારા) બિલ વગેરેનો સમાવેશ થાય છે.

New Parliament Of India Hum Dekhenge
New Parliament Of India Hum Dekhenge

જુના સંસદ ભવનમાં લગભગ અંતિમ સત્ર

ઉલ્લેખનીય છે કે, આ શિયાળુ સત્ર જુના એટલે કે હયાત સંસદ ભવનનું લગભગ અંતિમ સત્ર રહેશે. કારણકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નનું સંસદ ભવન તૈયાર થઈ ગયું છે પરંતુ તેમાં કેટલાક નાના મોટા કામકાજો હજુ બાકી હોય તે શરૂ કરવા માટે હાલમાં તૈયાર ન હોવાથી તે અહીંયા કરવામાં આવનાર છે. સંભવતઃ બજેટ સત્ર નવી બિલ્ડીંગમાં યોજાશે તેવું જાણવા મળ્યું છે.

 

Back to top button