હર્ષ સંઘવી દ્વારા વિજેતા વિદ્યાર્થીનીને સુરત જિલ્લા ડ્રગ્સ વિરોધી એમ્બેસેડર બનાવવામાં આવી
- આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરાઈ
- ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત 75 હજાર વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ
- માલિબા કેમ્પસમાં યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હાજર રહ્યાં
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાના બારડોલી મહુવા રોડ ઉપર આવેલ માલિબા કેમ્પસમાં રાજ્ય ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરાઈ હતી.
આ પણ વાંચો: જેલમાં બંધ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને આર્થિક સંકટ, કોર્ટમાં કરી અરજી
ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલિબા કેમ્પસમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે સુરત ગ્રામ્ય પોલીસ અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું. બારડોલી મહુવા રોડ પર આવેલ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલિબા કેમ્પસમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થીતિમાં ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરાઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં તસ્કરો બેફામ, વિવિધ વિસ્તારોમાં કરી રહ્યાં છે ચોરી
ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત 75 હજાર વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા આ ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત 75 હજાર વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ કરાયો હતો. છેલ્લા એક સપ્તાહથી વિવિધ પ્રકારના ચિત્રો અને પ્રદર્શનો થકી લોકોમાં ડ્રગ્સ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમમાં આવા ચિત્રોનું પ્રદર્શન પણ મુકવામાં આવ્યું હતું. ચિત્રકામ સ્પર્ધા, રંગોળી અને કવિતા સ્પર્ધા થકી કઈ રીતે ડ્રગ્સથી દુર રહેવાય એ અંગે પ્રયાસ કરાયો હતો.
પ્રથમ વિજેતા એવી વિદ્યાર્થીનીને સુરત જીલ્લા ડ્રગ્સ એમ્બેસેડર બનાવવામાં આવી
છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા આ કાર્યક્રમ દરમ્યાન પ્રથમ વિજેતા એવી વિદ્યાર્થીનીને સુરત જીલ્લા ડ્રગ્સ વિરોધી એમ્બેસેડર બનાવવામાં આવી હતી. આ વિદ્યાર્થીની વર્ષ દરમ્યાન સમગ્ર જિલ્લાની શાળાઓમાં જઈ બાળકોને ડ્રગના ગેરફાયદા વિશે જાણકારી આપશે.