ગુજરાત

અમદાવાદમાં ગાંધીનગરના પીઆઇની પત્નીને 15 લોકોએ ઘરમાં બંધક બનાવી

  • તમામ સામાન બહાર ફેંકી દઇને મકાનમાં તાળુ મારી દિદ્યું
  • સામાન બહાર ફેંકી દઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી
  • શિલ્પી ઉર્ફે શિલ્પાબેન સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં ગાંધીનગરના પીઆઇની પત્નીને 15 લોકોએ ઘરમાં બંધક બનાવી હતી. જેમાં ચાંદખેડામાં 15 શખ્સોએ ગાંધીનગરના પીઆઇની પત્નીને ઘરમાં ગોંધી રાખી હતી. 30 લાખ આપ્યા બાદમાં મકાન વિવાદિત હોવાની જાણ થતાં PIએ ખરીદી માંડી વાળી હતી. તેમાં મકાન માલિકને અંદરોઅંદર મકાન બાબતે વિવાદ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન 

સામાન બહાર ફેંકી દઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી

ગાંધીનગરમાં ફરજ બજાવતા પીઆઇએ ચાંદખેડામાં એક મકાન રાખવા માટે 30 લાખ રૂપિયા મકાન માલિકને આપ્યા બાદ પીઆઇને જાણ થઇ કે, મકાન માલિકને અંદરોઅંદર મકાન બાબતે વિવાદ ચાલી રહ્યો છે તે અંગે પોલીસ સ્ટેશનમાં અગાઉ અરજી પણ થયેલી છે. આથી પીઆઇ અને તેમની પત્નીએ મકાન ખરીદવાની ના પાડી દીધી હતી. જેથી મકાન માલિક અને તેના પરિવારજનોએ પીઆઇની પત્નીને ઘરે બોલાવીને ગોંધી રાખીને મકાનમાંથી તમામ સામાન બહાર ફેંકી દઇને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પીઆઇની પત્નીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મકાન માલિક સહિત 15 શખ્સો સામે અપહરણ સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથધરી છે.

આ પણ વાંચો: ગુજરાત: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વેપારીઓ માટે લાભનો અવસર, જાણો કેટલા કરોડનો થશે વેપાર

શિલ્પી ઉર્ફે શિલ્પાબેન સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાવી

સરગાસણ ચોકડી પાસે શ્રીરંગ પાર્કમાં સોસાયટીમાં રીટાબેન રાઠોડ પરિવાર સાથે રહે છે. તેઓના પતિ વિનોદરાય જી રાઠોડ ગાંધીનગર ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2018માં અમદાવાદ ખાતે વી.જી.રાઠોડ અમદાવાદમાં નોકરી કરતા હતા ત્યારે મિત્રો થકી ચાંદખેડા બાલાજી વિલા – 2માં મકાન ભાડે રાખ્યુ હતુ. ત્રણ – ચાર મહિના બાદ મકાન ભાડે આપનાર રાજુભાઇ રબારીએ પીઆઇ રાઠોડના પુત્રને આ 37 નંબરનું મકાન રૂ.1.21 કરોડમાં વેચવાની વાત કરી હતી. જેથી પીઆઇએ 39 લાખ આપીને મકાન ખરિદવા માટે તૈયારી દર્શાવી હતી. બાદમાં પીઆઇને જાણ થઇ કે, રાજુભાઇ અને ગોવિંદભાઇને સાળા પ્રવિણના દિકરા હાર્દિક સાથે વિવાદ ચાલી રહ્યો હોવા છે તે અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પણ અરજી થયેલી છે. આથી પીઆઇએ મકાન ખરિદવાની ના પાડી દિધી હતી.

તમામ સામાન બહાર ફેંકી દઇને મકાનમાં તાળુ મારી દિદ્યું

ગત, 6 જૂનના રોજ રાજુ રબારીએ પીઆઇના પત્નીને તમારૂ મારે કામ છે તેમ કહીને પોતાના ઘરે બોલાવ્યા હતા. બાદમાં રાજુ રબારી પીઆઇની પત્નીને આજે જ મકાન ખાલી કરી દો નહીં તો સામાન બહાર ફેંકી દઇશુ તેવી ધમકીઓ આપી હતી. આટલુ જ નહીં, રાજુ રબારીના પરિવારજનોની મહિલાઓએ પીઆઇની પત્ની રીટાબેનને ઘરમાં ગોંધી રાખી હતી. બાદમાં કેટલાક શખ્સોએ પીઆઇના ઘરમાં પ્રવેશીને તમામ સામાન બહાર ફેંકી દઇને મકાનમાં તાળુ મારી દિદ્યું હતુ. બાદમાં રાજુ રબારીએ રીટાબેને જાનથી મારી નાંખવાની ધમકી આપીને પૈસા માટે ઘરે આવવુ નહીં અને સામાન પણ નહીં મળે. આ અંગે પીઆઇની પત્નીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રાજુ રબારી, તેની માતા, ભાણીયા વિક્રમ, તેની પત્ની ચંપાબેન, બહેન શિલ્પી ઉર્ફે શિલ્પાબેન સહિત 15 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

Back to top button