ગુજરાત

અમદાવાદ: પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, પ્રેમના ખુની ખેલની જાણો હકીકત

અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક યુવકની અન્ય કોઈએ નહિ, પણ પત્નીએ તેના પ્રેમી અને એક યુવતી સાથે મળી હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા જ પતિને પત્નીના પ્રેમ સંબંધ વિશે જાણ થઈ હતી. અને તે સમયે આરોપીએ ધમકી પણ આપી હતી કે, જો કોઈને જાણ કરશો તો જીવથી હાથ ઘુમાવવો પડશે. અને બાદમાં અમદાવાદ આવી પ્રેમી સાથે મળી પતિની હત્યા નિપજાવી. જે અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી 3 આરોપીની અટકાયત કરી છે.

આ પણ વાંચો: ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને મળશે આ નવી સુવિધા

જાણો સમગ્ર બનાવ:

મુળ અમરેલીના સાવરકુંડાલનો વતની અને અમદાવાદ આવી તેની પત્નિ સાથે સાસરીયામાં રહેતા મહેશ ઉર્ફે મયુરના લગ્ન મિરલ સાથે થયા હતા. જે મહેશની હત્યા બે દિવસ પહેલા પત્ની મિરલ તેના પ્રેમી અનીશ અને તેની મહિલા મિત્ર ખુશીએ કરી છે. જે ગુનામાં નિકોલ પોલીસે મૃતક યુવકના પિતાની ફરિયાદ નોંધી તમામની અટકાયત કરી લીધી છે.

મૃતદેહ કઠવાડા ગામ પાસે આવેલા કુવામાંથી ફાયરબ્રિગેડની મદદથી શોધી લેવામાં આવ્યો

બીજી તરફ મૃતક મહેશનો મૃતદેહ કઠવાડા ગામ પાસે આવેલા કુવામાંથી ફાયરબ્રિગેડની મદદથી શોધી લેવામાં આવ્યો છે. હત્યા પાછળ મુખ્ય કારણ લગ્નેતર સંબંધ હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. જે સંબંધની જાણ મહેશને થતા, મહેશ પત્ની મિરલ સાથે વતન જવાનો હતો. જેથી આ હત્યાને અંજામ આપવામાં આવ્યો.

આ પણ વાંચો: પોલીસ હવે વ્યાજખોરોના ભરડામાં ફસાયેલા લોકોને બચાવશે, હર્ષ સંઘવીએ આપ્યો મહત્ત્વનો આદેશ

તપાસમાં મહેશની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો

હત્યાના કાવતરાની શરૂઆત 10 દિવસ પહેલા થઈ હતી. જ્યાં મહેશ પત્ની મિરલ બે દીકરાઓ સાથે રાજસ્થાન ફરવા ગયો હતો. તે વખતે મહેશની પત્ની મિરલ અનીશ ઉર્ફે લાલો મનસુરીની સાથે ફરવા જતા રહી હતી. અને બે દીકરાઓને હોટલ પર મૂકીને બહાર ફરવા જતી રહે છે. મીરલ ઉર્ફે મીરાંને અનીસ ઉર્ફે લાલા સાથે આડા સંબંધોની મહેશે શંકા વ્યક્ત કરી હતી. બાદમાં મહેશે અમદાવાદ આવીને તેની પત્નીના આડા સંબંધો અંગે પરિવારને જાણ કરી હતી. જે બાબતને લઈને એની પત્ની મિરલ તેની બહેનપણી ખુશી તથા પત્નીના પ્રેમીએ તેને ધમકાવ્યો હતો.

પરિવારને શંકા ગઈ અને મહેશની શોધખોળ શરૂ કરવામાં આવી

આ સંબંધની વાત બીજા કોઈ સગા સંબંધીઓને કહીશ તો તને જાનથી મરાવી નાખીશ. અને 5 તારીખે મહેશ તેના વતન અમરેલી જવાનો હતો પરંતુ તે પહેલા જ તેનો ફોન બંધ થઈ જતા પરિવારને શંકા ગઈ અને મહેશની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જે તપાસમાં મહેશની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો.

Back to top button