મહાકુંભ મેળાથી સમગ્ર દુનિયા આશ્ચર્યમાં ગરકાવ, હાવર્ડ-સ્ટેનફોર્ડ, IIM અને એઈમ્સ કરશે રિસર્ચ
- મહાકુંભ મેળા પર રિસર્ચનું કરવાનું કામ હાર્વર્ડ-સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, એઈમ્સ, આઈઆઈએમ અમદાવાદ, ઈન્દોર, બેંગ્લોર, આઈઆઈટી કાનપુર અને અમદાવાદ, જેએનયુ, ડીયુ અને લખનૌ યુનિવર્સિટીએ હાથમાં લીધું છે
HD ન્યુઝ ડેસ્કઃ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ મહાકુંભ હવે માત્ર આસ્થાનું કેન્દ્ર જ નથી, પરંતુ હવે તે વૈશ્વિક સંશોધનનો વિષય પણ બની ચૂક્યો છે. દેશ અને વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ મહાકુંભના વિવિધ પાસાઓ પર સંશોધન કરવાની તૈયારી કરી રહી છે. તેમાં હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન, એઈમ્સ, આઈઆઈએમ અમદાવાદ, ઈન્દોર, બેંગ્લોર, આઈઆઈટી કાનપુર અને અમદાવાદ, જેએનયુ, ડીયુ અને લખનૌ યુનિવર્સિટી જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. તે ઈવેન્ટ મેનેજમેન્ટ, સામાજિક-આર્થિક પ્રભાવ, પર્યાવરણીય પડકારો, પ્રવાસન, હેલ્થ મેનેજમેન્ટ અને ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે. સંશોધનનાં પરિણામો મહાકુંભના આયોજનમાં સુધારો કરવાની સાથે સાથે તેની દૂરગામી સામાજિક અને આર્થિક અસરોને સમજવામાં પણ મદદ કરશે.
અમૂર્ત સાંસ્કૃતિક વારસો
મહા કુંભ મેળાને 2017 માં યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ માનવતાનો સૌથી મોટો શાંતિપૂર્ણ સંગમ છે. આ ઘટના ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, આધ્યાત્મિકતા અને સામાજિક-સાંસ્કૃતિક પરંપરાઓનો પણ સંગમ છે, જે તેને જ્ઞાનનો સમૃદ્ધ સ્ત્રોત બનાવે છે. મહાકુંભ માટે પ્રયાગરાજમાં એક અસ્થાયી શહેર બનાવવામાં આવ્યું છે અને આ શહેર અર્બન પ્લાનિંગ પર આધારિત છે. તે મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ છે.
ક્રાઉડ મેનેજમેન્ટથી લઈને દરેક બાબત રિસર્ચનો વિષય
રાજ્ય સરકારે મહાકુંભ પર રિસર્ચ માટે સંશોધકો અને શિક્ષણવિદો પાસેથી સંશોધન દરખાસ્તો મંગાવી હતી. આ ઉપરાંત તેના રિસર્ચ માટે બે મુખ્ય વર્ગ પણ નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં મહાકુંભનું આયોજન અને અમલીકરણ તેમજ આયોજનનો આર્થિક પ્રભાવ અને પરિણામ પણ સામેલ છે. મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટ, સુરક્ષા વ્યૂહરચના, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની અસર, પર્યટન પ્રોત્સાહન, ડિઝિટલ ટેકનિકનો ઉપયોગ જેમકે બાયોમેટ્રિક્સ, એઆઈ અને સાયબર સુરક્ષા, હેલ્થ મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પર્યાવરણીય અભ્યાસ અને શહેરી માળખાના વિકાસ જેવી બાબતો પર રિસર્ચ થશે. સાથે સાથે આ સંસ્થાઓ આર્થિક અભ્યાસ હેઠળ સરકારી ખર્ચ, ક્ષેત્રીય રોજગારના અવસર અને પર્યટકો દ્વારા કરાયેલા ખર્ચનું પણ વિશ્લેષણ કરશે.
હાર્વર્ડ ખોરાક અને પીવાના પાણી પર સંશોધન કરશે
માનવશાસ્ત્રીય અભ્યાસ અને ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કેટેગરીમાં હાર્વર્ડ યુનિવર્સિટી સહભાગીઓ માટે ખોરાક અને પીવાના પાણી તેમજ શહેરી માળખાકીય મેનેજમેન્ટ પર, અમદાવાદ યુનિવર્સિટી મહાકુંભના માનવશાસ્ત્રીય અભ્યાસ પર અને લખનૌ યુનિવર્સિટી તીર્થયાત્રા અને પવિત્ર ભૂગોળ પર અભ્યાસ કરશે. IIM ઇન્દોર પર્યટન, મીડિયાની ભૂમિકા અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટની શ્રેષ્ઠ પદ્ધતિઓ, મહાકુંભના સામાજિક-સાંસ્કૃતિક પ્રભાવ અને આર્થિક પરિણામો પર JNU મહાકુંભના સામાજિક-સાંસ્કૃતિક પ્રભાવ અને આર્થિક પરિણામો પર તેમજ દિલ્હી યુનિવર્સીટી રાષ્ટ્રીય એકતાના પાસાઓ પર સંશોધન કરશે.
મેનેજમેન્ટ અને પ્લાનિંગ પર IIM, હેલ્થ પર AIIMS કરશે સંશોધન
IIM બેંગ્લોર અને અમદાવાદ એફિશિયન્ટ સ્ટ્રેટેજિક મનેજમેન્ટ અને શહેરી માળખાકીય મેનેજમેન્ટ પર ફોકસ કરશે. લખનૌ યુનિવર્સિટી વર્કફોર્સ વ્યૂહાત્મક આયોજન અને કામગીરીનું વિશ્લેષણ કરશે. આરોગ્ય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં AIIMS ધ્યાન કેન્દ્રિત કરશે. IIT કાનપુર ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ હેઠળ સોશિયલ મીડિયાની ભૂમિકા પર સંશોધન કરશે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન મહાકુંભના એન્વાયરમેન્ટલ ડોક્યુટેશન પર અભ્યાસ કરશે. IIT મદ્રાસ પાણી અને કચરાના મેનેજમેન્ટનું મૂલ્યાંકન કરશે અને સંસ્કૃતિ ફાઉન્ડેશન હૈદરાબાદ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે યાત્રાળુઓની સંવેદનશીલતા પર અભ્યાસ કરશે.
IIT મદ્રાસ, BHU અને MNNIT પરિવહન અને ટ્રાફિક મેનેજમેન્ટના પડકારોનું વિશ્લેષણ કરશે, જ્યારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે) મહા કુંભની આર્થિક અને સામાજિક અસરોનો અભ્યાસ કરશે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ અર્બન અફેર્સ મહાકુંભ 2025ની આર્થિક અસરનું મૂલ્યાંકન કરશે.
આ પણ વાંચોઃ મહાકુંભ 2025: આધ્યાત્મિક ભવ્યતા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી
આ પણ વાંચોઃ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવ્યા બાદ જરૂર કરો આ 3 કામ