કિજો કેસરી કે લાલ પર આખી શાળાએ કર્યો અદ્દભુત ડાન્સ
અમદાવાદ, 20 જાન્યુઆરી : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના થશે, તેના ઉત્સાહમાં આખો દેશ રામમય બની ગયોછે. જ્યાં જુઓ ત્યાં જય શ્રી રામ સંભળાય છે. સાથે જ, ઇન્ટરનેટ પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકોમાં રામ લલાના આગમનનો ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
View this post on Instagram
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @aakashrajak_official દ્વારા શેર કરવામાં આવેલી હ્રદયસ્પર્શી ક્લિપમાં, લખબીર સિંહ લાખાના લોકપ્રિય ભગવાન હનુમાન સ્તોત્ર “કિજો કેસરી કે લાલ” પર બાળકો તેના ટીચર સાથે ખુશીથી નાચતા જોવા મળે છે. ઇન્ટરનેટ પર આ વીડિયોએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઈક્સ અને કોમેન્ટ્સ પણ મળી છે.
મૂળરૂપે 12 જાન્યુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ આ વીડિયોને એવા લોકો તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે જેઓ સુંદર ડાન્સના વખાણ કરવાથી પોતાને રોકી શકતા નથી. આ હૃદયસ્પર્શી વીડિયોએ માત્ર લાખો લોકોનું ધ્યાન જ નથી ખેંચ્યું પરંતુ લોકોમાં ખુશીનો સ્ત્રોત બનીને ઉભરી આવ્યો છે.
એક યુઝરે લખ્યું, “આ ખૂબ જ દિવ્ય અને સુંદર છે,” જ્યારે બીજાએ કહ્યું, “વાહ, હું આ જોઈને ખૂબ જ ખુશ છું.” ત્રીજાએ લખ્યું, “આ ખૂબ સુંદર છે.” ચોથાએ લખ્યું, “ખૂબ જ અદ્ભુત.”
આ પણ વાંચો : એલિયન્સને હંમેશા લીલા રંગના જીવો તરીકે જ કેમ દર્શાવવામાં આવે છે?