કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભાવનગરમાં ચીનથી આવેલ આખો પરિવાર કોરોનાની ઝપેટમાં !

Text To Speech

વૈશ્વિક મહામારી કોરોનાએ ફરી એક વાર સમગ્ર વિશ્વને ઝપેટમાં લેવાનુ શરૂ કરી દીધુ છે. ચીનમાં હાલ કોરોના કહેર વર્સાવી રહ્યો છે. ત્યારે ભારતમાંથી ચીન ગયેલા અનેક લોકો હાલ ભારતમાં પરત ફરી રહ્યા છે. ત્યારે ભારતમાં દરેક હવાઈ મથક પર બહારથી આવતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે ચીનમાંથી ભાવનગરમાં પરત ફરેલો આખો પરવાર કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ચીનથી આવેલ ભાવનગરનો પરિવાર કોરોના પોઝિટિવ

વિદેશથી આવતા પ્રવાસીઓમાં વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 24 ડિસેમ્બરથી કોરોનાવાયરસ માટે દેશના તમામ એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોનું ઝડપી પરીક્ષણ શરૂ કર્યું હતું. ત્યારે ચીનથી આવેલ ભાવનગરનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી પહેલા પિતા-પુત્ર કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાદમાં માતા પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ભાવનગરમાં હાલ કોરોના પોઝિટિવ 3 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

કોરોના-HUMDEKHENGENEWS

કોરોનાને લઈને રાજ્ય સરકાર એલર્ડ

ચીનમાં હાલ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે મૃત્યું આંક પણ વધી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ હાલ કોરોનાએ પગપેસારો કરતા સરકાર એલર્ટ બની છે. અને રાજ્યની તમામ હોસ્પિટલોમાં તૈયારીઓને લઈને સમીક્ષા કરી હતી. જેમાં કોરોનાને લઈને રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાને લઈને પૂરતી તૈયૈરીઓ હોવાનું સામે આવ્યું હતુ. જ્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કોરોનાને લઈને સુપૂર્ણ તૈયારીઓ હોવાનું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો : અમેરિકામાં બરફના તોફાને મચાવ્યો હાહાકાર, જાણો શુ છે હાલની સ્થિતિ

Back to top button