વિશેષ

ચરસ સપ્લાયમાં આખો પરિવાર જેલના સળિયા પાછળ, જુઓ શીતલ આન્ટીના રિમાન્ડમાં શું સામે આવ્યું…

Text To Speech

સુરતના ડુમસ રોડ પરથી નવસારીના માતા-પુત્રને ચરસ સાથે પકડયા બાદ નવસારીના જલાલપોર ખાતેના તેમના નિવાસસ્થાનેથી સુરત DCB અને નવસારી LCB પોલીસની સંયુક્ત રેડ કરી.જેમાં દોઢ કિલોથી વધુના ચરસ સાથે પિતા-પુત્રની ધરપકડ કરી છે. આમ સમગ્ર સાંગાણી પરિવાર નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે જલાલપોર પોલીસે આરોપી પિતા-પુત્રના 7 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસ ચરસ કોને કોને વેચ્યું અને સપ્લાય નેટવર્કમાં કોણ-કોમ સામેલ છે તે દિશામાં તપાસ કરી રહી છે.

જલાલપોર સ્થિત ફ્લેટમાંથી શિતલના પતિ રમેશ અને પુત્ર દર્શનની ધપકડ
પોલીસે જલાલપોરના ધર્મનંદન એપાર્ટમેન્ટના શિતલના ફ્લેટ નં. 304 માં દરોડો પાડ્યો હતો. દરોડામાં પોલીસને શિતલના ઘરેથી 3.34 લાખ રૂપિયાનું 1.566 કિલોગ્રામ ચરસ મળી આવતા, શિતલના પતિ રમેશ સાંગાણી અને નાના પુત્ર દર્શન સાંગાણીની ધરપકડ કરાઇ છે..આ ઉપરાંત પોલીસે ઘટના સ્થળેથી ચરસ સાથે 1.95 લાખ રૂપિયા રોકડા તેમજ મોબાઈલ ફોન મળી 4.61 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અગાઉ શીતલ અને તેનો અન્ય એક પુત્ર પકડાઈ ચુક્યો છે
અગાઉ સુરત શહેરના પાલ વિસ્તારમાંથી શીતલ અને તેનો મોટો પુત્ર પકડાઈ ચુક્યા છે. જેમની પૂછપરછમાં સમગ્ર ભાંડો ફૂટ્યો. તેઓ હિમાચલપ્રદેશથી ડ્રગ્સ મંગાવતા અને સુરત સહિત આસપાસના નાના ટાઉનના યુવાનોને નશાની ગર્તામાં ધકેલતા હોવાનું સામે આવ્યું છે.

કાળો માલ હતો કોડવર્ડ
રાતોરાત રૂપિયાવાળા થવાના સપના જોતો સાંગાણી પરિવાર ચરસનો ધંધો ખૂબચ સાવચેતીથી ચલાવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કોઈપણ વ્યક્તિને ચરસ જોઈએ તો કાળો માલ જોઈએ છે તે રીતે ઓર્ડર આપવાનો તેવું કહેવામાં આવ્યું હતું. ઓનલાઈન કોમર્શિયલ વેબસાઈટના પેકિંગની આડમાં તે વ્યક્તિ સુધી ચરસનો જથ્થો પહોંચી જતો અને બદલામાં માતબર રકમ મળતી હતી. જો કે લક્ઝુરિયસ લાઈફ જીવવાના સપના જોતા આ પરિવારના સભ્યો હવે જેલની હવા ખાતા થઈ ગયા છે.

Back to top button