કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબીની ઘટનાથી ગુજરાત સહિત દેશભરમાં શોકનો માહોલ, પણ સવાલો અકબંધ, જુઓ વિડીયો

Text To Speech

મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝુલતો બ્રિજ તૂટી જવાના કારણે સમગ્ર દેશ અને દુનિયાની આંખો ગમગીન બની છે. ત્યારે આજે રાજ્યમાં શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનામાં ભોગ બનેલા પરિવારજનો સાથે અમારી સંવેદના છે. રાજ્ય સરકાર તરફથી સત્તાવાર રીતે જાહેર કરેલો આંક 135  છે જ્યારે કેટલાંય લોકો ઈજાગ્રસ્ત થયા છે તે તમામ લોકોને પ્રભુ આ દુ:ખમાંથી બહાર નીકળવાની શક્તિ આપે તેવી જ પ્રાર્થના.

આ પણ વાંચો : મોરબી કરુણાંતિકાઃ રવિવારના એ ગોઝારી ઘટના બાદનો વીડિયો વાયરલ.. વલખા મારતા લોકોની ચીસથી ગુંજી હતી મચ્છુ

આ સાથે જ તંત્રને પણ ‘હમ દેખેંગે’ પૂછે છે આ 5 સવાલ

  • સવાલ નંબર-1 દુર્ઘટના માટે ખરેખર નાના કામદારો જવાબદાર ?
  • સવાલ નંબર-2 કંપની માલિક અને અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં ?
  • સવાલ નંબર-3 સરકાર કંપનીના માલિકને બચાવવા માગે છે ?
  • સવાલ નંબર-4 કંપનીના માલિકનો દુર્ઘટનામાં કોઈ વાંક નહીં ?
  • સવાલ નંબર-5 FIRમાં કંપનીના માલિકનું નામ કેમ નહીં ?

મોરબી જિલ્લામાં બ્રિજ દુર્ઘટના બાદ ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે. 30 ઓક્ટોબરના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત બાદ પોલીસે કેસ નોંધીને સોમવારે 9 લોકોની ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસે પણ આ મામલે SITની રચના કરી છે.

આ પણ વાંચો : મોરબીમાં વડાપ્રધાન મોદીએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કરી વાતચીત અને કડક તપાસના આદેશ

આ ઘટનામાં ઘણા લોકોએ પોતાના સ્નેહીજનોને ગુમાવ્યા છે. ત્યારે આ મૃતકોના આત્માની શાંતી માટે આજે ગુજરાતમભરમાં શોક જાહેર કરાયો છે. ત્યારે અનેક જીલ્લામાં સંસ્થાઓ દ્વારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમજ અમદાવાદના ટાગોર હોલમાં દિવંગત આત્માઓ માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “હું સમગ્ર રાજ્યને નમ્રતાપૂર્વક અપીલ કરું છું કે તે આ દિવસે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરે.

Back to top button