

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજે ઠંડીથી રાહત રહેશે પણ આવતીકાલથી ફરી ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી ઠંડીનો ચમકારો વધશે. આગામી 24 કલાક તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પણ કાલથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ગત રાત્રિએ 7.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયુ હતું.
આ પણ વાંચો: અમદાવાદ: પેપર કપ પર પ્રતિબંધ AMC કમિશનર ભરાયા, ઉત્પાદકોએ આપી આ ચીમકી
અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન
નલિયા ઉપરાંત અમરેલી, ગાંધીનગર, ડીસા, ભૂજ, રાજકોટમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગના મતે અમદાવાદમાં 22થી 24 જાન્યુઆરી કડકડતી ઠંડી પડશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે.

રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ડિસામાં 8.02 ડિગ્રી તાપમાન સાથે રાજકોટમાં 10 ડિગ્રી અને કેશોદમાં 9 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા બનાસકાંઠા અને પાટણાં તાપમાન 9 ડિગ્રી તેમજ બનાસકાંઠાના ડિસામાં 8.02 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમાં રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી છે. બે દિવસ બાદ ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સથી અસરથી ધૂધળું વાતાવરણ રહેશે.

નલિયા 7.02 ડિગ્રી તાપમાન રહ્યું
ઉત્તર ગુજરાતમાં ઠંડીનો કહેર યથાવત છે. તેમજ મધ્ય ગુજરાતમાં ઠંડીની આંશિક રાહત મળી છે. ત્યારે અમદાવાદ 11.02 ડિગ્રી સાથે ઠંડુ શહેર રહ્યું છે. તથા ગાંધીનગર 10.07, વડોદરા 12.02 ડિગ્રી, બનાસકાંઠા 9.01 ડિગ્રી તેમજ નલિયા 7.02 ડિગ્રી તાપમાન રહ્યું છે. જેમાં લોકો ઠંડીથી ઠુંઠવાયા છે.