ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ગાઝામાં યુદ્ધ આવતા સોમવાર સુધીમાં બંધ થઈ જશે: અમેરિકી પ્રમુખ જો બાઈડન

  • મને આશા છે કે અમે આવતા સપ્તાહની શરૂઆતમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચી જઈશું: US પ્રમુખ

વોશિંગ્ટન DC, 27 ફેબ્રુઆરી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકી પ્રમુખ જો બાઈડને એવી આશા વ્યક્ત કરી છે કે, આગામી સોમવાર સુધીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ જશે. પ્રમુખ જો બાઈડને કહ્યું કે, મને આશા છે કે અમે આવતા સપ્તાહની શરૂઆતમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચી જઈશું. મારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે મને કહ્યું છે કે અમે નજીક છીએ. પરંતુ તે હજુ પૂર્ણ થયું નથી અને હું આશા રાખું છું કે આવતા સોમવાર સુધીમાં આપણે યુદ્ધવિરામ કરી લઈશું. અમે આ નિર્ણયની નજીક છીએ.

 

બંધકોને મુક્ત કરવામાં આવશે

અહેવાલ અનુસાર, આ પહેલા સોમવારે હમાસે બંધક કરાર માટેણી ચર્ચામાં કેટલીક મુખ્ય માંગણીઓને સમર્થન આપ્યું હતું અને ગાઝામાં લડાઈ બંધ કરી દીધી હતી. જોકે, ઈઝરાયેલે હમાસની આ સ્થિતિને ભ્રામક ગણાવી હતી. જો કે, સૂત્રો કહે છે કે, બંને ચર્ચા કરનાર પક્ષો પ્રારંભિક સમજૂતી પર પહોંચી ગયા છે જે લડાઈને અટકાવી શકે છે અને ઇઝરાયેલી બંધકોના જૂથને મુક્ત કરી શકે છે.

હમાસની ગાઝામાંથી ઇઝરાયલી દળોને પાછા ખેંચવાની માંગ

પેરિસમાં યુએસ, ઇજિપ્ત અને ઇઝરાયેલના ગુપ્તચર વડાઓ અને કતરના વડાપ્રધાન વચ્ચેની બેઠક બાદ જો બાઈડન વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, હમાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળો ગાઝામાંથી સંપૂર્ણપણે પાછા હટી જાય અને યુદ્ધનો અંત આવે. હમાસની આ સ્થિતિ યુદ્ધવિરામના પ્રયાસોમાં મોટો અવરોધ હતો. પરંતુ હવે આનો પણ ઉકેલ આવી ગયો છે. હમાસે આ ડીલના પ્રથમ તબક્કા માટે પોતાનું વલણ નરમ કર્યું છે. તેનાથી યુદ્ધવિરામની આશા વધી છે.

યુદ્ધવિરામ સમજૂતી અનેક તબક્કામાં લાગુ કરવામાં આવશે

મળતી માહિતી મુજબ, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર અનેક તબક્કામાં લાગુ કરવામાં આવશે. ઇઝરાયેલ અને હમાસ છ સપ્તાહના યુદ્ધવિરામ કરારમાં બંધકોને મુક્ત કરશે. હમાસ પહેલા 40 ઈઝરાયલી બંધકોને મુક્ત કરશે, ત્યારબાદ ઈઝરાયેલ પોતાની જેલમાં રહેલા પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે. જોકે, યુદ્ધવિરામને લઈને કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

આ પણ જુઓ: ગાઝાની સત્તા કોણ સંભાળશે?  પેલેસ્ટાઈનના વડાપ્રધાને યુદ્ધ વચ્ચે જ આપ્યું રાજીનામું

Back to top button