ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

Disney આવતા અઠવાડિયે આટલા કર્મચારીઓની કરશે છટણી !

Text To Speech

Walt Disneyમાં છટણીની પ્રક્રિયા અટકી રહી નથી. કંપની ફરીથી આવતા અઠવાડિયે વિવિધ ટીમોમાંથી તેના 15 ટકા કર્મચારીઓને છૂટા કરવાની વિચારણા કરી રહી છે. કંપની એન્ટરટેઈનમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી પણ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.

છટણી આ ટીમોને અસર કરશે

આ છટણી ટીવી, ફિલ્મ, થીમ પાર્ક અને કોર્પોરેટ પદ પર કામ કરતા લોકોને પણ અસર કરશે. કંપનીએ તે તમામ કર્મચારીઓની યાદી તૈયાર કરી છે, પરંતુ હજુ સુધી તેમના નામ જાહેર કર્યા નથી. રિપોર્ટ અનુસાર, ડિઝની 24 એપ્રિલ સુધી છૂટા કરવાના છે તે કર્મચારીઓને આ વિશે જાણ કરશે.

The Walt Disney Company Layoffs
The Walt Disney Company Layoffs

ડિઝની શા માટે છટણી કરી રહ્યું છે?

ડિઝનીએ ફેબ્રુઆરીમાં જ જાહેરાત કરી હતી કે તે 7,000 કર્મચારીઓની છટણી કરશે. નોંધપાત્ર વાત એ છે કે કંપનીમાં કુલ કર્મચારીઓની સંખ્યા 2,20,000 છે. આવી સ્થિતિમાં, 7,000 કર્મચારીઓની છટણી કરીને, કંપની તેના કુલ ખર્ચમાં 5.5 બિલિયન ડોલરનો ઘટાડો કરવાનું પ્લાનિંગ કરી રહી છે. નોંધનીય છે કે, ડિઝનીની આવકમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. નવેમ્બર 2022માં કંપનીને કુલ 1.47 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું. ત્યારથી, તેના મુખ્ય કાર્યકારી અધિકારી બોબ ઇગરે કંપનીમાં મોટા પાયે છટણી કરવાની યોજના બનાવી હતી. ડિઝની ઉપરાંત કોમકાસ્ટ કોર્પ, એનબીસીયુનિવર્સલ, વોર્નર બ્રોસ ડિસ્કવરી ઇન્ક અને પેરામાઉન્ટ ગ્લોબલે તાજેતરમાં ખર્ચ ઘટાડવાનો નિર્ણય લીધો છે.

EY પણ છટણી કરી રહી છે

ડિઝની સિવાય વિશ્વની અગ્રણી કાનૂની કંપની Ernst and Youngએ ફરી એકવાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપની તેના કુલ કર્મચારીઓના 5 ટકા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. આમાં લગભગ 3,000 લોકોને અસર થશે. જો કે, કંપનીની નવી છટણી ભારતમાં કામ કરતા કર્મચારીઓને અસર કરશે નહીં. કંપની આ છટણી અમેરિકામાં કરવા જઈ રહી છે. અર્ન્સ્ટ એન્ડ યંગ, ડિઝની જેવી કંપનીઓ ઉપરાંત મેટા, ગૂગલ, એમેઝોન, માઈક્રોસોફ્ટ વગેરે જેવી ઘણી મોટી કંપનીઓએ તેમના ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓને ઘણા રાઉન્ડ ઓફ કર્યા છે.

Back to top button