કેન્દ્ર સરકારે શરૂ કરેલી વિશ્વકર્મા યોજના ગુજરાતના કારીગરો માટે આશીર્વાદરૂપ બની, જાણો કેવી રીતે

- રાજ્યના ૩૭,૭૮૫ લાભાર્થીઓને રૂ.૩૪૧ કરોડની લોન મંજુર
- રાજ્યના ૨૫,૭૬૨ લાભાર્થીને રૂ.૨૨૫ કરોડની સહાયનું વિતરણ
- ગુજરાતે લોન મંજૂરી અને વિતરણ બંનેમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવ્યું
ગાંધીનગર, 20 માર્ચ : લધુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા એ જણાવ્યું છે કે, વિશ્વકર્મા સમાજના પરંપરાગત રીતે કામ કરતા કારીગરોને આર્થિક રીતે સધ્ધર બનાવી પરંપરાગત વ્યવસાયો પ્રોત્સાહન આપવું એ જ અમારો નિર્ધાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ દેશના લાખો કારીગરો માટે શરૂ કરેલ વિશ્વકર્મા યોજના દેશવાસીઓ માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે.
રાજ્યના ૩૭,૭૮૫ લાભાર્થીઓને આ યોજના માટે રૂપિયા ૩૪૧ કરોડની લોન મંજુર કરી છે. જેમાં ૨૫,૭૬૨ લાભાર્થીને રૂપિયા ૨૨૫ કરોડની સહાયનું વિતરણ કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે લોન મંજૂરી અને વિતરણ બંનેમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવ્યું છે એ આપણા માટે ગૌરવ રૂપ છ
વિધાનસભા ખાતે વિશ્વકર્મા યોજનાના બિન સરકારી સંકલ્પની ચર્ચામાં સહભાગી થતા લધુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી વિશ્વકર્માં એ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પરંપરાગત કારીગરોને પ્રોત્સાહિત કરીને આવા ઉદ્યોગ ટકીને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટે દેશભરમાં વિશ્વકર્મા જયંતીના દિવસે વિશ્વકર્મા યોજના રાષ્ટ્રને સમર્પિત કરી છે. જેમાં પરંપરાગત રીતે કામ કરતા કારીગરોને હેન્ડ ટુ હેન્ડ સહાય પૂરી પાડવામાં આવે છે.
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું કે, અંગ્રેજો દ્વારા હાવડા નદીના નિર્માણનું કામ ૧૭ સપ્ટેમ્બરના દિવસે વિશ્વકર્મા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારથી આ દિવસને વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઓળખાય છે. આજે આપણે કોમ્પયુટરની સાથે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ યુગ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે પેઈન્ટર, કડીયા, કુંભાર, દરજી, મોચી, વાળંદ,ધોબી, સુથાર, માળી, સોની, મૂર્તિકાર, રમકડા-ઢીંગલી બનાવનાર, બખતર બનાવનાર, લુહાર, ભજન કિર્તનના સાધન બનાવનાર જેવા વિશ્વકર્મા સમાજના વ્યવસાયકારોને પ્રોત્સાહિત કરીને આપણી કલા – પરંપરા અને તેમાંથી પ્રાપ્ત થતી રોજગારીની ચિંતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી પી.એમ.વિશ્વકર્મા યોજનાની ભેટ આપી છે. એ આપણા માટે ગૌરવ રૂપ છે.
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પીએમ વિશ્વકર્મા યોજનાનો હેતુ સ્પષ્ટ કરતા કહ્યુ કે,કારીગરોમાં સર્જન શક્તિ વધારી તેમને આર્થિક રીતે પગભર કરવાનો છે. કારીગરના સશક્તિકરણ માટે આ યોજના મહત્ત્વપૂર્ણ સાબિત થશે.ભારતના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવા અને આવનારી પેઢીઓ માટે તેની જાળવણી નો આ સંકલ્પ છે.આ યોજનાનો હેતુ ડિજિટલ સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનો છે.
તેમણે ઉમેર્યું કે, આ યોજનાને પરિણામે લગભગ દેશના લાખો પરિવારોને આ યોજનાનો લાભ મળશે. સફળ રજિસ્ટ્રેશન બાદ લાભાર્થીને પીએમ વિશ્વકર્મા સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ. કૌશલ્ય ચકાસણી પછી, લાભાર્થીઓને ઈ-વાઉચર સ્વરૂપે રૂ.15,000/- ની ટૂલકિટનો લાભ. લાભાર્થીઓને દૈનિક રૂ.500/- ના સ્ટાઈપન્ડ સાથે બેઝિક કૌશલ્ય તાલીમ અપાય છે. બેઝિક કૌશલ્ય તાલીમ બાદ લાભાર્થીને 18 મહિનાની મુદત સાથે રૂ.1 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન 5% ના રાહત દરે મળવા પાત્ર છે. જે કુશળ લાભાર્થીઓ સ્ટાન્ડર્ડ લોન એકાઉન્ટ જાળવશે અને જેમણે ડિજિટલ વ્યવહારો અપનાવ્યા છે અથવા એડવાન્સ કૌશલ્ય તાલીમ લીધી છે, તેઓ 30 મહિનાના સમયગાળા સાથે ₹2 લાખ સુધીની બીજી લોન એ પણ 5% ના રાહત દરે મળવા પાત્ર છે.
કારીગરો ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઇન્સેન્ટિવ્સ દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 1, દર મહિને 100 વ્યવહારોની મહત્તમ મર્યાદા સુધી આપવામાં આવશે. રજીસ્ટ્રેશન ગુજરાતમાં કુલ 14,287 (100%) ગ્રામ પંચાયતોમાં સરપંચોનું લોગીન કાર્ય પૂર્ણ થયું છે. ગુજરાત સરકારે PM વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,05,192 લાભાર્થીઓની નોંધણી સફળતાપૂર્વક કરી છે. કુલ 1,72,923 લાભાર્થીઓને 295 તાલીમ કેન્દ્રો મારફતે 18 પરંપરાગત વ્યવસાયોને આવરી લેતી કૌશલ્ય તાલીમ આપવામાં આવી છે. ગુજરાતે કૌશલ્ય તાલીમ પ્રદાન કરવામાં રાષ્ટ્રીય સ્તરે ચોથું સ્થાન મેળવ્યું છે.
આ યોજના અંતર્ગત ગુજરાતમાં રૂ.341 કરોડની કુલ 37,785 લાભાર્થીઓની લોન મંજુર કરવામાં આવી છે. તેમાંથી રૂ.225 કરોડની રકમ 25,762 લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી છે. ગુજરાતે લોન મંજૂરી અને વિતરણ બંનેમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો :- રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ