- યુવકે આ મેસેજ 70 લોકોને કર્યો હોવાનું સામે આવ્યું
- આરોપીએ સરકારી ખોટું આઈકાર્ડ બનાવ્યું હતુ
- અમરેલી જિલ્લા પોલીસની સ્પેશિયલ ટીમે ધરપકડ કરી
અમદાવાદમાં આતંકી હુમલાનો ખોટો મેસેજ વાયરલ કરનાર ઝડપાયો છે. શ્રેણીક શાહ નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. 13-14 જાન્યુઆરીએ હુમલાનો મસેજ વાયરલ કર્યો હતો. અમરેલી જિલ્લા પોલીસની સ્પેશિયલ ટીમે ધરપકડ કરી છે.
આ પણ વાંચો: Filmfare Award:બોલિવૂડ, ટેલિવૂડ સહિત પ્રાદેશિક ફિલ્મોના સ્ટાર ગુજરાતમાં ઊમટશે
યુવકે આ મેસેજ 70 લોકોને કર્યો હોવાનું સામે આવ્યું
અમરેલી- અમદાવાદમાં તારીખ 13-14એ આતંકી હુમલો થવાનો મેસેજ વાયરલ કરી લોકોને અમદાવાદ છોડવા માટેનો પત્ર વાયરલ કરનાર શખ્સને અમરેલી પોલીસે પકડી પાડ્યો છે. આ મામલે પોલીસે સઘન તપાસ કરી આખરે અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી અમરેલી પોલીસને જાણ કરી હતી. અમરેલીના શખ્સ દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો ખોટી રીતે ઉપયોગ કરી પત્ર વાયરલ કરાતા અમદાવાદથી લઈ અમરેલી સુધી પોલીસ દોડતી થઈ હતી. મામલાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલીક જે નંબર પરથી મેસજ મળ્યો હતો તે ટ્રેસ કરી અમરેલીથી યુવકને દબોચી લીધો હતો. યુવકે આ મેસેજ 70 લોકોને કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: મહેસાણામાં દુ:ખદ ઘટના, પતંગ પકડવા જતા બાળકે જીવ ગુમાવ્યો
આરોપીએ સરકારી ખોટું આઈકાર્ડ બનાવ્યું હતુ
અમરેલી SPની સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચની ટીમએ શહેરમાંથી શ્રેણીક સંદીપભાઈ શાહની ધરપકડ કરી છે. આ દરમિયાન અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં રહેતા શખ્સને ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સરકારી ખોટું આઈકાર્ડ બનાવી 70 જેટલા લોકોને ખોટા મેસેજ સેન્ડ કર્યા હતા.