ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

નખત્રાણાના જીયાપરના ગ્રામવાસીઓને સરકારી યોજનાઓથી વાકેફ કરાયા

  • સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને આહવાન કરાયું
  • લાભાર્થીઓએ મેરી કહાનીમેરી જુબાની હેઠળ યોજનાથી થયેલા ફાયદા અંગે અનુભવો વર્ણવ્યા

ભુજ, 7 ડિસેમ્બરઃ  વિકસિત ભારત સંકલ્પ યાત્રા કચ્છ જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરીને સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓની ભેટ આપી રહી છે તેમજ આ અંગે જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ લોકો સુધી યોજનાઓની માહિતી પહોંચે તે દિશામાં કામ કરી રહી છે. ત્યારે છ ડિસેમ્બરને બુધવારે નખત્રાણાના જીયાપર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો હતો અને લોકોને લાભાન્વિત કરાયા હતા.

જીયાપર - HDNews
જીયાપર – ફોટો માહિતી ખાતું

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જયાબેન ચોપડાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું કેઆજે જીયાપર ગામમાં વિકાસ રથ આવી પહોંચ્યો છેજેના થકી લોકોને સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ મળશે. નાગરિકો અન્ય એવી યોજનાઓથી પણ વાકેફ થશે જે અંગે તેમને કદાચ જાણ ન હોય. સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા તેમણે જણાવ્યું હતું કેલોકો સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને તેનો લાભ મેળવી પોતાનો વિકાસ સરળતાથી કરી શકે તે માટે આ રથ ગામે ગામ ફરીને લોકોને ઘરઆંગણે લાભ આપી રહ્યો છે. સરકાર દ્વારા આયુષ્માન કાર્ડપીએમ કિસાન સન્માન નિધિઉજ્જવલા યોજનાઆવાસ યોજના સહિતના અનેક યોજનાઓનો લાભ લોકોને ઘરબેઠા મળી રહેશે.  

જીયાપર - HDNews
જીયાપર – ફોટો માહિતી ખાતું

કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

જીયાપર - HDNews
જીયાપર – ફોટો માહિતી ખાતું

આ પ્રસંગે સરપંચશ્રી અલ્પાબેન પોકારઉપસરપંચશ્રી ઉદયભાઇ રૂડાણીજળસંપત્તી  સંશોધન પેટા વિભાગ નખત્રાણાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી મેહુલભાઇ જાધવ સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતના ગરબાને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો

Back to top button